રાજકોટ : સિદસર ખાતે કડવા પાટીદાર પરિવારોના આરાધ્ય કુળદેવી ઉમિયા માતાજીનાં મંદિરના નિર્માણના યોજાનારા રજત જયંતી મહોત્સવ નિમિત્તે રેલવે તત્રં દ્રારા તા.૯ અને ૧૦ રાજકોટ અને પોરબંદરથી ખાસ સ્પેશ્યલ ટ્રેનો દોડાવવામાં આવનાર છે. ભાવનગર ડિવિઝનના રેલવે સુત્રોના જણાવ્યાં મુજબ સિદસર ખાતે ઉમિયા માતાજી મંદિરના રજત જયંતી ઉત્સવમાં સૌરાષ્ટ્ર્રભરના કડવા પાટીદારો સરળતા પૂર્વક જઈ શકે તેમજ આવી જ શકે તે માટે રેલવે તત્રં દ્રારા તા. ૯ અને ૧૦મીએ રાજકોટ જંકશનથી સવારે ૬ વાગ્યે સ્પેશ્યલ ટ્રેન રવાના થનાર છે.આ ટ્રેન તમામ સ્ટેશનો કોઠારિયા, રીબડા, ગોંડલ, ગોમટા, વીરપુર, નવાગઢ, જેતલસર, ધોરાજી, સુપેડી, ઉપલેટા, ભાયાવદર, ખાખીજાળીયા, મોટીપાનેલી, જામજોધપુર સહિતના પોરબંદર સુધીના તમામ રેલવે સ્ટેશનો થોભીને સવારે ૧૧–૩૦ વાગ્યે પોરબંદર પહોચશે. સિદસરના ભાવિકો પાછા પોતાના સ્થળે પહોંચી શકે તે માટે સાંજે આ ટ્રેન પોરબંદરથી રાત્રે ૮–૦૫ વાગ્યે ઉપડીને તમામ સ્ટેશનોએ સ્ટોપ કરતી રાત્રે ૧૨–૩૦ વાગ્યે રાજકોટ પહોંચનાર છે. ભકિતનગર સ્ટેશનને સવારે ૬–૨૦ મીનીટે ૧૦ મીનીટનો હોલ્ટ આપવામાં આવ્યો છે.