કાળા નાણાંની હેરાફેરી રોકવા માટે જુદા–જુદા નુસખા વિચારી રહેલી સરકાર હવે રોકડેથી સોનું ખરીદનારા ઉપર કરબોજ નાખવાનું વિચારી રહી છે.
૨૦૧૨–૧૩ના અંદાજપત્રમાં સંભવ છે કે રોકડેથી સોનું ખરીદવું હોય તો તમારે ટેકસ ભરવો પડશે. રોકડ રકમના આપ–લેની પારદશ્તિર્ા જાળવવા અને કાળાં નાણાંની હેરાફેરી પર નજર રાખવા માટે લાદવામાં આવનારો આ ટેકસનો પાછળથી વેરો ભરનારાઓને રીફડં મળી જશે. માર્ચમાં રજૂ થનારા બજેટમાં સરકાર આ પ્રકારનો ટેકસ લાવવા અંગે વિચારણા કરી રહી છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે નાણામંત્રાલયની ઇચ્છા આ ટેકસ મારફતે રૂપિયાની હિલચાલને ધ્યાનમાં લઇને કાળાં નાણાં પર નજર રાખવાની છે. આ ટેકસ દ્રારા સરકાર જાણી શકશે કે કઇ વ્યકિતએ રોકડ રકમ આપીને સોનું ખરીધ્યું છે અને વિક્રેતાએ આ રોકડ રકમનું મૂડીરોકાણ કયાં કયુ છે. ખાસ બાબત એ છે કે આ ટેકસ ચેક, ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડથી સોનું ખરીદનારાઓ પર લાગુ પડશે નહીં.
સૂત્રોએ જણાવ્યું હતું કે ભારત વિશ્વમાં સૌથી મોટું સોનાનું ઉપભોકતા છે. સોનાની આયાતનો ખર્ચ માંડ કમાયેલી વિદેશી મુદ્રામાંથી કરવામાં આવે છે. યારે ગ્રાહક આ સોનું રોકડેથી જ ખરીદે છે. રોકડ રકમના આવા ઉપયોગથી કાળું નાણું પેદા થાય છે. ઉધોગ પરિસઘં એસોચેમે પણ મંગળવારે જારી કરેલા અહેવાલમાં સોનાની રોકડ ખરીદી પર નજર રાખવા સલાહ આપી હતી.
ત્રણ ટકા લેવડ–દેવડ બેંક મારફતે થાય છે : સૂત્રોએ જણાવ્યું હતું કે ભારતમાં હજુય લોકો ખરીદી અથવા લેવડ–દેવડમાં રોકડથી જ કરવાનું પસદં કરે છે. આઇટી જેડ કૈશ કાર્ડના અધિકારી નવીન સૂર્યાએ જણાવ્યું હતું કે દેશમાં ૯૭ ટકા લોકો લેવડ–દેવડ અથવા ખરીદી માટે રોકડ રકમનો ઉપયોગ કરે છે.
|