મણીપુરમાં ચૂંટણી હિંસક બની: ચાર જવાનો સહિત પાંચના મોત
આતંકવાદીઓ દ્રારા સતત થઈ રહેલા હત્પમલાના ઓછાયા વચ્ચે આજે મણીપુરમાં વિધાનસભાની ચૂંટણી માટે મતદાનનો પ્રારભં થયો છે અને બપોર સુધીમાં મધ્યમ મતદાન થયું છે. આજનું આ મતદાન હિંસક પણ બન્યું છે. ચંદેલ જિલ્લામાં બુથ કેપ્ચરીંગની ઘટના સમયે થયેલી અથડામણમાં એક મહિલા અને પાંચ જવાનોના મોત થયા છે. બુથ ઉપર કબજો જમાવવા આવેલા ટોળાને વિખેરવા જવાનોએ ગોળીબાર કર્યેા હતો જેમાં આ મહિલાનું મોત થયું હતું. આ અથડામણમાં સ્થાનિક પોલીસના ત્રણ જવાનો પણ માર્યા ગયા હતા. આજના મતદાનને ધ્યાનમાં લઈ લોખંડી બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. બીજી બાજુ પંજાબ અને ઉત્તરાખંડમાં સોમવારે મતદાન હોવાથી આજે પ્રચાર પડઘમનો આજે અતં આવશે. સત્તાવાળાઓ ઇશાની રાયમાં સલામતીની સ્થિતિ પર ચાંપતી નજર રાખી રહ્યા છે. કેટલાક આતંકવાદી જૂથો મતદાન પ્રક્રિયાને ખોરવવાનો કદાચ પ્રયાસ કરે એવા અહેવાલ વચ્ચે ૬૦ સભ્યની વિધાનસભાને ચૂંટી કાઢવા યોજાનારા મતદાન માટે જડબેસલાક સલામતી ગોઠવવામાં આવી છે. ૧૦મી વિધાનસભામાં પ્રવેશ મેળવવા કુલ ૨૭૯ ઉમેદવાર મેદાનમાં છે. સત્તાવાર સૂત્રોએ શુક્રવારે જણાવ્યું હતું કે મતદાન મથકોએ માત્ર કેન્દ્રીય અર્ધલશ્કરી દળના જવાનોને તહેનાત કરવામાં આવશે. આ મથકોએ રાયના સલામતી જવાન ઉપસ્થિત નહીં હોય. પરંતુ, જો જર પડશે તો રાયના જવાનો કેન્દ્રીય દળોને સહયોગ આપશે. પંજાબ અને ઉત્તરાખંડમાં ચૂંટણી ૩૦ જાન્યુઆરીએ અને ગોવામાં ૩ માર્ચના રોજ યોજાશે. ઉત્તર પ્રદેશમાં સાત તબક્કામાં યોજાનારી ચૂંટણીનો અંતિમ તબક્કો પણ ૩ માર્ચના રોજ પૂર્ણ થશે. મત ગણતરી ૬ માર્ચે હાથ ધરાશે