Homewww.aajkaaldaily.com
site hit counter
Members : DAVP | INS | IRS
Dhanraj Group :: Aajkaal
Bookmark this SiteEmail Us HomeGujarati Fonts HelpCorporate InfoAdvertise with Us
Latest News
News Section
  ગુજરાત
  રાષ્ટ્રીય
  આંતરરાષ્ટ્રીય
  ખેલ-જગત
  રાજકોટ આવૃતિ
  અમદાવાદ આવૃતિ
  જામનગર આવૃતિ
  ભાવનગર આવૃતિ
  પોરબંદર આવૃતિ
  ભૂજ-કચ્છ આવૃતિ
 
Archives
 
National All News ૦૯/૦૨/૨૦૧૨ (ગુરૂવાર)

 

હાઈકોર્ટ જજ સહિત 16 પર આવકવેરા ટ્રિબ્યુનલના ચુકાદા ‘ફિકસ’ કરવાનો આરોપ

     
 

 

Top of page

એક વર્તમાન હાઈકોર્ટ જજ અને અન્ય ૧૬ લોકો પર આવકવેરા ટ્રીબ્યુનલના ચુકાદા ફીકસ કરવાના આરોપમાં તેમની સામે તપાસ કાર્યવાહી કરવાની કેન્દ્રીય કાનુન મંત્રાલયની મંજુરીની સીબીઆઈ પાંચ માસથી રાહ જોઈ રહેલ હોવાનું જાણવા મળ્યું છે.
આ હાઈકોર્ટ જજ અને અન્ય ૧૬ પર ઈન્કમટેકસ અપેલેટ ટ્રીબ્યુનલ (આઈટીએટી)ના ચુકાદાઓમાં ભ્રષ્ટ્રાચાર કર્યેા હોવાનો આરોપ છે.
આ જજ હાઈકોર્ટ જજ બન્યા તે પહેલા આઈટીએટીના સભ્ય હતા. જજ સહિતના ૧૭ લોકો મુંબઈ, ઈન્દોર, અમદાવાદ, હૈદ્રાબાદ, આગ્રા, કટક અને કોલકત્તા શાખાઓમાં કામ કરી રહ્યા હતા અથવા કરી રહ્યા છે જેમની સામે તપાસ કરવાની સીબીઆઈએ મંજુરી માગી છે.
આ તમામ પર કેટલાક વકીલો અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સાથે સાંઠગાંઠનો અને લાંચ લઈને ચુકાદાઓ આપવાનો આક્ષેપ છે. આઈટીએટી અર્ધ ન્યાયીક અને આવકવેરા બાબતની સર્વેાચ્ચ અપીલ સંસ્થા છે. તેમાં જજની સંડોવણી અંગે કાનૂન મંત્રી સલમાન ખુર્શીદે ચીફ જસ્ટીસ ઓફ ઈન્ડિયા એસ.એમ.કાપડીયાનું ધ્યાન દોયુ હતું. ત્યારે કાપડીયાએ મંત્રાલયને યોગ્ય કાર્યવાહી કરવા સુચન કયુ હતું.
૨૦૦૮માં સીબીઆઈએ કેસ નોંધ્યો હતો અને ત્રણ વર્ષથી તપાસ બાદ ૬૯ જેટલા ચુકાદાઓમાં ગરબડ થઈ હોવાનું તારણ આવ્યું હતંુ. સીએ કંપનીને ચુકાદાની અગાઉથી જાણ થઈ ગઈ હતી અને આ ચુકાદાઓ સામે કંપનીએ પોતે જ લખ્યા હોવાની પણ શંકા સર્જાઈ હતી. તુલસ્યાન એન્ડ કંપનીની હાર્ડ ડિસ્કમાંથી આવા ૧૨ જેટલા ચુકાદાઓ જારી થયા પુર્વે જ મળી આવ્યા હતા.
સસ્પેન્ડેડ આઈટીએટીના સભ્ય જુગલ કિશોર સામેના કેસની તપાસમાં સીબીઆઈને તેના ઘેરથી રૂા.૨૮ લાખ મળી આવ્યા હતા.

fpô²$ue AÞe kdpQpfp¡
 
  
NyS>fpsfpô²$ueAp„sffpô²$ueM¡g-S>Ns
h^y kdpQpfp¡
 

HomeCorporate InfoAdvertise with UsDisclaimerSitemapWebmaster
© DHANRAJ NEWS & MEDIA PVT. LTD., Rajkot (Gujarat-India) All Right Reserved.