ગામડાના એક વર્ષ સહિત એમ.બી.બી.એસ.નો અભ્યાસક્રમ સાડા છ વર્ષનો થશે
એમબીબીએસના વિધાર્થીઓએ ડોકટર બનતા પહેલા એક વર્ષ ગામડામાં પ્રેકટિસ કરવી પડે તેવી શકયતા છે. આ એક વર્ષને સહિત એમબીબીએસનો અભ્ાસક્રમ સાડા છ વર્ષનો કરવા સરકાર વિચારી રહેલ છે.
ગામડામાં એક વર્ષની નિયુકિત ડોકટર માટે ફરજીયાત બનાવવાના મુદ્દે આરોગ્ય પ્રધાન ગુલામ નબી આઝાદ અને મેડિકલ કાઉન્સીલ ઓફ ઇન્ડિયા વચ્ચે ચર્ચા થઇ હતી. ર૦૦૭માં પૂર્વ આરોગ્યમંત્રી રામદાસે આ પ્રસ્તાવ કર્યેા હતો.
એમ.સી.આઇ. ચેરમેન ડો .કે.કે.તલવારે જણાવ્યુ હતું કે, હજુ આ પ્રસ્તાવ વિચારણાના સ્તર પર છે. એમબીબીએસ ડોકટરો, ગામડામાં જઇને કામ કરે તેવું કઇ રીતે થઇ શકે તેથી રૂપરેખા બે સાહમાં ઘડાઇ જશે. એમબીબીએસનો અભ્યાસક્રમ સાડા છ વર્ષનો કરવાનો હજુ કોઇ નિર્ણય લેવાયો નથી તેમ તેમણે જણાવ્યુ હતું. જોકે આ પ્રસ્તાવ મંજૂર થશે તો ભાવીના ૪૦ હજાર તબીબી વિધાર્થીઓનો રાષ્ટ્ર્રીય ગ્રામીણ આરોગ્ય મિશનના કામમાં ઉપયોગ કરી શકાશે.
તબીબી કારકિર્દી ખૂબજ લાંભી હોય છે. ગામડામાં એક વર્ષ કામ કરવાથી તબીબો વિવિધ પ્રકારના કેસ અને રોગ વિષે જાણી શકશે. જે તેમના જ્ઞાનમાં વધારો કરશે. આ એક વર્ષમાં તેમને ઇન્ટર્ન તરીકે નહીં પરંતુ ડોકટર તરીકે જ ગણવામાં આવશે. તેમ ડો.તલવારે જણાવ્ુ હતું.
દેશમાં આરોગ્ય ક્ષેત્રમાં માનવ ક્રોતની ખુબજ અછત વર્તાઇ રહી છે અને રાષ્ટ્ર્રીયગ્રામીણ આરોગ્ય મિશનને આથી સૌથી વધુ અસર થાય છે. જેમાં ગામડા, આદિવાસી અને પહાડી વિસ્તારોના લોકો મુશ્કેલી અનુભવી રહયા છે.
આયોજન પંચના અભ્યાસ પ્રમાણે દેશમાં જોઇએ તેના કરતા ૬ લાખ ડોકટર, ૧૦ લાખ નર્સ અને બે લાખ ડેન્ટસ સર્જન ઓછા છે. ડોકટર–દર્દીના આ રેશિયો ચિંતા જનક ગણાય તેવો છે.
આઝાદે જણાવ્યું હતું કે ગ્રામીણ સેવા આપનાર એમબીબીએસને પીજી પરીક્ષામાં વધુ ૧૦ થી ૩૦ માર્ગ આપવાની ગેરન્ટી આપવામાં આવશે. એક વર્ષ ગામડામાં રહેનારને ૧૦ માર્ક અને ત્રણ વર્ષ દેશના સૌથી પછાત વિસ્તારમાં કામ કરનારને ૩૦ માર્ક વધુ મળશે. આ માટે પીજી ડિપ્લોમા અભ્યાસક્રમમાં પ૦ ટકા બેઠકો અનામત રાખવામાં આવશે.