Homewww.aajkaaldaily.com
site hit counter
Members : DAVP | INS | IRS
Dhanraj Group :: Aajkaal
Bookmark this SiteEmail Us HomeGujarati Fonts HelpCorporate InfoAdvertise with Us
Latest News
News Section
  ગુજરાત
  રાષ્ટ્રીય
  આંતરરાષ્ટ્રીય
  ખેલ-જગત
  રાજકોટ આવૃતિ
  અમદાવાદ આવૃતિ
  જામનગર આવૃતિ
  ભાવનગર આવૃતિ
  પોરબંદર આવૃતિ
  ભૂજ-કચ્છ આવૃતિ
 
Archives
 
National All News ૨૪/૦૫/૨૦૧૩ (શુક્રવાર)
 

IPL ના સટ્ટાનાં નાણાં આતંકવાદીઓ સુધી પહોંચતા હોવાનો પદર્ફિાશ

     
 

આઈપીએલ સ્પોટ-ફિક્સિગંમાં ચોંકાવનારો ખુલાસે થયો છે. મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાંચે મુંબઈની મેટ્રોપોલિટન કોર્ટને લેખીતમાં જણાવ્યું છે કે ભારતમાં આઈપીએલની મેચો પર રમાતા સટ્ટાની મોટાભાગની રકમ દુબઈથી પાકિસ્તાનમાં જઈ રહી છે અને તેનો ઉપયોગ દાઉદ ઈબ્રાહીમની ગેંગ પાકિસ્તાનમાં આતંકવાદી સંગઠનોને ભંડોળ પુરુ પાડવા માટે કરી શકે છે.
છેલ્લા થોડા દિવસોમાં ક્રાઈમ બ્રાંચે અનેક બુકીઓની ધરપકડ કરી છે અને સટ્ટાના પિયા ખરેખર કયાં જઈ રહ્યાં છે તેની માહિતી મેળવી છે. ભાયંદરના બુકી અશોક લખપતરાય અને રમેશ વ્યાસ આ કુર્કમના સંચાલકો છે તેવું ક્રાઈમ બ્રાંચના અધિકારીઓએ જણાવે છે. લખપતરાયની ધરપકડ ગયા અઠવાડિયે થઈ છે જયારે રમેશ વ્યાસની સ્પોટ-ફિક્સિગંમાં સૌપ્રથમ ધરપકડ થઈ હતી. આ બન્ને બુકીઓની પૂછપરછ પોલીસ ઈન્સ્પેકટર નંદકુમાર ગોપાલેની ટીમ કરી રહી છે અને સટ્ટાનાં નાણાં કયા જઈ રહ્યાં છે તેના વિશે વિગત મેળવી રહ્યાં છે.
બુકીઓએ ખુલાસો કર્યો છે કે, લેન્ડલાઈન નેટવર્ક મારફતે કેવી રીતે હજારો વેપારીઓ અને વ્યાવસાયિકો જોડાયેલા છે અને સટ્ટામાં સામેલ છે. આઈપીએલ સિઝન દરમિયાન દરરોજનું કલેકશન સેંકડો કરોડો પિયામાં છે. તેમાંથી મોટાભાગના પિયા હવાલા મારફતે દુબઈ પહોંચી રહ્યાં છે.
કોર્ટમાં સુપરત કરેલા રિપોર્ટમાં મુંબઈ પોલીસ ક્રાઈમ બ્રાંચના પોલીસ ઈન્સ્પેકટર નંદકુમાર ગોપાલેએ કહ્યું છે કે, ‘અમારે આ કેસમાં ધરપકડ કરાયેલા બુકીઓના 14 દિવસ માટે રિમાન્ડ જરી છે, કારણ કે અમે સટ્ટાના પિયા પ્રથમ દુબઈ અને પછી પાકિસ્તાન કેવી રીતે પહોંચે છે તે સ્થાપિત કરવાની નજીક છીએ. આ પિયાનો ઉપયોગ આતંકવાદી સંગઠનોને ભંડોળ પુરુ પાડવા માટે થતો હોવાની શકયતા છે. અમે તપાસ કરવાની તક મળે તો અમે આ કનેકશન સ્થાપિત કરી શકીશું. અમારી પાસે પાકિસ્તાનમાંથી આંતરરાષ્ટ્રીય સ્તરે ઉપયોગ થતાં 30 ટેલિફોન નંબરોની યાદી છે અને તેમાંથી ઘણા નંબરો આતંકવાદીઓના કે આતંકવાદી સંગઠનોના હોવાની શંકા છે. અમારે આ પ્રકરણમાં વધુ તપાસ કરવાની જર છે.’
આ કૌભાંડમાં ધનિક વેપારીઓ અને વ્યાવસાયિકો સામેલ છે પણ બોલિવૂડનાં જાણીતા કલાકારો સહિત હાઈપ્રોફાઈલ હસ્તીઓ સામેલ છે કે નહીં તેની જાણકારી મળી નથી. સ્પોટ ફિક્સિગંમાં સામેલ બુકીઓએ આ કૌભાંડમાં અંડરવર્લ્ડ સંકળાયેલું હોવાની કબુલાત કરી છે. હવે આ કેસે ગંભીર વળાંક લીધો છે, કારણ કે પ્રથમ વખતે એવું સ્થાપિત થયું છે કે સટ્ટાના પિયા પાકિસ્તાનમાં આતંકવાદીઓને મોકલવામાં આવી રહ્યાં છે.
ક્રાઈમ બ્રાન્ચે મેટ્રોપોલિટન કોર્ટમાં જણાવ્યું છે કે, રમેશ વ્યાસ અને અશોક લખપતરાય પાસેથી 92 મોબાઈલ ફોન જપ્ત કરવામાં આવ્યા છે. તેમાંથી 33 ટકા ફોનનો ઉપયોગ પાકિસ્તાનમાં કેટલીક વ્યક્તિઓ સાથે જ કોલ કરવા માટે થતો હતો. બુકીઓ પાસેથી 13 આંતરરાષ્ટ્રીય સિમ કાડર્સ પણ મળ્યા છે, જેમાંથી મોટાભાગનાં બનાવટી નામે કે વિદેશમાં વસતા નાગરિકોના નામે છે. પોલીસે જણાવ્યું છે કે આ તપાસ આગળ વધે તો મોટુ હવાલા કૌભાંડ બહાર આવી શકે છે.

Top of page
fpô²$ue AÞe kdpQpfp¡
 
  
NyS>fpsfpô²$ueAp„sffpô²$ueM¡g-S>Ns
h^y kdpQpfp¡
 

HomeCorporate InfoAdvertise with UsDisclaimerSitemapWebmaster
© DHANRAJ NEWS & MEDIA PVT. LTD., Rajkot (Gujarat-India) All Right Reserved.