Homewww.aajkaaldaily.com
site hit counter
Members : DAVP | INS | IRS
Dhanraj Group :: Aajkaal
Bookmark this SiteEmail Us HomeGujarati Fonts HelpCorporate InfoAdvertise with Us
Latest News
News Section
  ગુજરાત
  રાષ્ટ્રીય
  આંતરરાષ્ટ્રીય
  ખેલ-જગત
  રાજકોટ આવૃતિ
  અમદાવાદ આવૃતિ
  જામનગર આવૃતિ
  ભાવનગર આવૃતિ
  પોરબંદર આવૃતિ
  ભૂજ-કચ્છ આવૃતિ
 
Archives
 
National All News ૦૯/૦૨/૨૦૧૨ (ગુરૂવાર)

 

ફૂડ સિક્યોરિટી એકટનો અમલ મુશ્કેલભર્યો: શરદ પવાર

     
 

છેલ્લા થોડા સમયથી સરકારી નીતિઓનો વિરોધ કરી રહેલા કૃષિમંત્રી શરદ પવારને હવે ફૂડ સિકયોરિટી એકટનો અમલ પણ મુશ્કેલભર્યો લાગી રહ્યો છે.
વર્તમાન અનાજ વિતરણ વ્યવસ્થા(પીડીએસ-રેશનિંગ) સાથે સૂચિત અન્ન સલામતી ધારાનો અમલ બહુ મુશ્કેલ બનશે, એમ કહી કૃષિ પ્રધાન શરદ પવારે બુધવારે અહીં આ વ્યવસ્થામાં મોટા પાયે સુધારા કરવાનું સૂચન કર્યું હતું.
અત્યારે અસ્તિત્વ ધરાવતી અનાજની જાહેર વિતરણ વ્યવસ્થા(પીડીએસ) થકી જ આપણે અન્ન સુરક્ષા ધારાનો અમલ કરવાના પ્રયાસ કરીશું તો એનાં પરિણામો પૂરેપૂરાં પ્રાપ્ત કરવામાં આપણે ક્યારેય સફળ નહીં થઇશું, એ હકીકત પર ભાર નહીં મૂકું તો હું મારી ફરજ બજાવવામાં નિષ્ફળ જઇશ, એમ પવારે એક પત્રકાર પરિષદમાં કહ્યું હતું.
સૂચિત ધારાને અનુરૂપ બનાવવા માટે વર્તમાન પીડીએસ પદ્ધતિમાં ધરમૂળથી ફેરફારોની જરૂર હોવાનું મને લાગે છે, એમ પણ એમણે કહ્યું હતું.
સૂચિત અન્ન સુરક્ષા ધારાનું લક્ષ્ય દેશના 63.5 ટકા નાગરિકોને રાહતના દરે અનાજ પૂરું પાડવાનું છે. આ ખરડો સંસદમાં 2011ના ડિસેમ્બરમાં સંસદમાં રજૂ થયો હતો અને પછી એ સંસદની સ્થાયી સમિતિને સોંપવામાં આવ્યો છે.
દેશને અન્ન સલામતી પૂરી પાડવાની જરૂર પર ભાર મૂકી પવારે વર્તમાન પીડીએસ પદ્ધતિની ઘણી બધી મયર્દિા અંગે ચિંતા વ્યક્ત કરી હતી. સામાન્ય રીતે એવું મનાય છે કે અન્ન સલામતી ધારા સામે મને વાંધો છે. આમછતાં, વાંધાને બાજુ પર રાખીને, એ હકીકતનો ઇનકાર થઇ શકે એ નથી કે કલ્યાણ રાષ્ટ્ર તરીકે દેશના દરેકેદરેક નાગરિકને રોજ બે ટંક પેટ ભરીને ખાવાનું મળી રહે નિશ્ચિત કરવાનો સમય ખરેખર પાકી ગયો છે, એમ પણ એમણે કહ્યું હતું. મારી એકમાત્ર ચિંતા છે તે એટલી જ કે આ સૂચિત ધારાના આત્માને અનુરૂપ આવે એવી આપણી વર્તમાન વ્યવસ્થા છે ખરી, એમ એમણે પૂછ્યું હતું.
બજારોની ક્ષમતા, સરકારી સંસ્થાઓની આર્થિક સ્થિતિ, માનવશક્તિની અછત, અપૂરતી અન્ન હેરફેર વ્યવસ્થા જેવી વર્તમાન પીડીએસ પદ્ધતિની ગંભીર મયર્દિાઓ પ્રત્યે પવારે ધ્યાન દોર્યું હતું. આ ઉપરાંત, અનાજ ઉત્પાદનમાં વધારાના વ્યાપક કાર્યક્રમને ખૂબ પ્રોત્સાહન આપવાની જરૂર છે અને એ માટે સિંચાઇ, વીજ ઉત્પાદન, ખાતર અને બીજ ક્ષેત્રે જંગી રોકાણ અનિવાર્ય છે, એમ પણ પવારે કહ્યું હતું.
પીડીએસમાં વ્યાપક સુધારા માટે સરકાર આખા દેશ માટે એક યોજના આપે અને એનો બધા અમલ કરે એને બદલે અમે અન્ન સુરક્ષા ધારો અમલી બનાવીએ એ પહેલા બધાં રાજ્યો પોતપોતાની રીતે અને જરૂરિયાત પ્રમાણે આ સુધારા અમલી બનાવે અ વધુ આવકાર્ય છે, એમ એમણે ઉમેર્યું હતું.

 

 

Top of page
fpô²$ue AÞe kdpQpfp¡
 
  
NyS>fpsfpô²$ueAp„sffpô²$ueM¡g-S>Ns
h^y kdpQpfp¡
 

HomeCorporate InfoAdvertise with UsDisclaimerSitemapWebmaster
© DHANRAJ NEWS & MEDIA PVT. LTD., Rajkot (Gujarat-India) All Right Reserved.