Homewww.aajkaaldaily.com
site hit counter
Members : DAVP | INS | IRS
Dhanraj Group :: Aajkaal
Bookmark this SiteEmail Us HomeGujarati Fonts HelpCorporate InfoAdvertise with Us
Latest News
News Section
  ગુજરાત
  રાષ્ટ્રીય
  આંતરરાષ્ટ્રીય
  ખેલ-જગત
  રાજકોટ આવૃતિ
  અમદાવાદ આવૃતિ
  જામનગર આવૃતિ
  ભાવનગર આવૃતિ
  પોરબંદર આવૃતિ
  ભૂજ-કચ્છ આવૃતિ
 
Archives
 
National All News ૧૮/૦૫/૨૦૧૩ (શનિવાર)
 

આઇપીએલમાં લાખો રૂપિયા મળતાં હોવા છતાં ત્રણ ક્રિકેટરો લાલચું બન્યા: રાજીવ શુકલા

 
 
 

આઇપીએલ–૬માં સ્પોટ ફિકિસંગ કાંડ બહાર આવ્યા બાદ આઇપીએલના કમિશનર અને કેન્દ્રીય મંત્રી રાજીવ શુકલાએ પ્રથમ વખત મોઢું ખોલ્યું છે. આજે દિલ્હીમાં એક વાતચીતમાં તેમણે કહ્યું હતું કે ખેલાડીઓને લાખો રૂપિયા મળતાં હોવા છતાં પૈસાની વધુ લાલચને કારણે આવા પ્રકરણો સર્જાયા છે અને ક્રિકેટ જગત માટે શરમજનક સ્થિતિ ઉભી કરી છે. તેમણે ઉમેયુ હતું કે આવા લાલચુ ક્રિકેટરોને કારણે સારા અને ક્રિકેટને સમર્પિત ખેલાડીઓને પણ સહન કરવું પડે છે. આ કાંડમાં સંડોવાયેલા ક્રિકેટરો સામે પગલાં લેવા માટે આવતીકાલે ચેન્નાઇમાં બીસીસીઆઇની એક બેઠક મળી રહી છે.
આઇપીએલના પૂર્વ કમિશનર લલિત મોદીએ કરેલી ટીપ્પણી બાદ આજે રાજીવ શુકલાએ આ ફિકિસંગ કાંડમાં પોતાનો અભિપ્રાય જાહેર કર્યેા હતો. તેમણે કહ્યું હતું કે ટીમની ફ્રેન્ચાઇસીઓ ખેલાડીઓને મબલખ રૂપિયા આપે છે આમ છતાં વધુ નાણાની લાલચમાં આવીને કેટલાક ક્રિકેટરો આવી ગુનાહિત પ્રવૃત્તિ કરે છે જે ક્રિકેટ માટે શરમજનક છે. આવા અમુક ક્રિકેટરોને કારણે સારા અને ખેલ પ્રત્યે સમર્પણની ભાવના રાખનારા ખેલાડીઓને પણ સહન કરવું પડે છે.
એક પ્રશ્નના ઉત્તરમાં તેમણે કહ્યું હતું કે હવે પછી રમાનારા તમામ મેચ ઉપર બીસીસીઆઇ અને આઇપીએલની વિજિલન્સ કમિટી ચાંપતી નજર રાખશે. જો કે તેમણે કહ્યું હતું કે આ મામલામાં દિલ્હી પોલીસની કામગીરી ઉમદા રહી છે અને આઇપીએલમાં અન્ડરવલ્ર્ડના કનેકશનની તપાસ કરવામાં આવી રહી છે.

 

Top of page
fpô²$ue AÞe kdpQpfp¡
 
  
NyS>fpsfpô²$ueAp„sffpô²$ueM¡g-S>Ns
h^y kdpQpfp¡
 

HomeCorporate InfoAdvertise with UsDisclaimerSitemapWebmaster
© DHANRAJ NEWS & MEDIA PVT. LTD., Rajkot (Gujarat-India) All Right Reserved.