વૈશ્ર્વિક સંકેતોના પગલે પગલે આજે શેરબજારમાં ખુલતામાં જ ૨૨૧ પોઈન્ટનો ઉછાળો આવ્યા બાદ બપોરે પ્રોફીટ બુકીંગને કારણે સેન્સેકસ સળસળાટ નીચે ઉતરી ગયો હતો અને ફરી છેલ્લા સત્રમાં લેવાલી શરૂ થતાં સેન્સેકસ વધીને ૮૯ પોઈન્ટના ઉછાળા સાથે ૧૭૦૯૫ ઉપર ટ્રેડ થઈ રહ્યો છે. આ તેજી યથાવત રહેશે તેવી આશા વચ્ચે રોકાણકારો ખુશખુશાલ દેખાઈ રહ્યા છે. એફઆઈઆઈની સતત હાજરી અને વૈશ્ર્વિક સંકેતોને પગલે પગલે આજે સેન્સેકસ ૨૨૧ પોઈન્ટ વધીને ૧૭૮૨૬ ઉપર પહોંચી ગયો હતો. એનએસઈનો નીફટી પણ ૪૯ પોઈન્ટ વધીને ૫૩૭૫ ઉપર ટ્રેડ કરી રહ્યો હતો.
આજે ખુલતામાં જ રીયલ્ટી અને મેટલ શેરોમાં લેવાલી જોવા મળી રહી હતી. આજે તમામ સેકટરલ ઈન્ડાઈસીસ ગ્રીન ઝોનમાં ટ્રેડ કરી રહ્યા છે. શુક્રવારે કલોઝીંગ સમયે પણ સેન્સેકસ ૧૭૩ પોઈન્ટ વધીને બધં થયો હતો.