પાક.માં મંદિરની જમીનના વિવાદમાં હિન્દુઓ પર ગોળીબાર
પાકિસ્તાનમાં હિન્દુઓ પર સતત થઈ રહેલા અત્યાચારોમાં વધુ એકનો ઉમેરો થયો છે. દક્ષિણી સિંધપ્રાંતમાં એક મંદિરની જમીનના પ્રશ્ને પાકિસ્તાની વેપારીઓએ હિન્દુઓ પર ગોળીબાર કરીને બેને ગંભીર ઈજા પહોંચાડી હોવાની ઘટના સામે આવી છે.
પાકિસ્તાનના દક્ષિણ સિંધ પ્રાંતમાં એક મંદિરની જમીન પર વેપારીઓના દબાણના મામલે હિન્દુઓ પર વેપારીઓએ ગોળીબાર કર્યેા હતો, જેમાં બે હિન્દુઓને ઈજા થઈ છે અને બન્નેની સ્થિતિ ગંભીર છે. સિંધના ઉમેરકોટ શહેરના આખરો મંદિરની જમીન પર બે વેપારીઓએ તેમની દુકાનનો વ્યાપ વધારી દઈને દબાણ કયુ હતું જેને પગલે આ વિવાદ ઊભો થયો હતો.
આ મંદિર ઉમેરકોટ શહેરની વચ્ચે જ આવેલું છે અને ૧૦૦ વર્ષ જુનું છે. ત્રણ એકરની જમીન પર પથરાયેલું છે અને તેના પરિસરની દીવાલને અડીને ૫૦ જેટલી દુકાનો આવેલી છે. અહીં ઝુલ્ફીકાર પંજાબી અને તેના ભાઈ હાફીઝ પંજાબીએ ભાડે લીધેલી દુકાન મંદિરના વહીવટીતંત્રને પૂછયા વિના જ આગળ વધારી દઈને બાંધકામ કરવા માંડું.
હિન્દુ અને મુસ્લિમ સમુદાયના વડીલ સભ્યોએ મધ્યસ્થી કરી અને સાંસદ નવાબ યુસુફ તલપુરની મદદ માટે સંપર્ક કર્યેા. તેમ છતાં વેપારીઓએ બાંધકામ ફરી શ કરી દીધું ત્યારે હિન્દુઓ તેમને સમજાવવા ગયા ત્યારે વેપારીઓએ તેમના પર ગોળીબાર કર્યેા હતો, જેમાં ૨૩ વર્ષીય રાનો અને ૩૦ વર્ષીય મુલચદં ઘાયલ થયા છે. આ ઘટનાના વિરોધમાં ઉમરકોટ શહેરે બધં પાળ્યો હતો