સમગ્ર યુરોપમાં બરફ વરસાદને કારણે હાડ થ્રીજાવતી ઠંડી પડી રહી છે અને આ ઠંડીની અસરથી ૨૫૦થી વધુ લોકોના મોત થયાનું જાણવા મળ્યું છે. સૌથી વધુ અસર ઈટાલીમાં જોવા મળી રહી છ.
ઈટાલી સહિત સમગ્ર યુરોપમાં અતિશય હિમવર્ષાના કારણે પડી રહેલી હાડ થીજવતી ઠંડીમાં અત્યાર સુધીમાં કુલ ૨૫૦થી વધુ વ્યકિતનાં મોત નીપયાં છે. માત્ર યુક્રેનમાં જ ઠંડી અને હિમવર્ષાએ ૧૨૨ વ્યકિતનો ભોગ લીધો છે જેમાં કેટલાક લોકો તો રસ્તા પર ફસાઈ જતાં ઠંડીમાં જ થીજી જવાથી મોતને ભેટયાં હતાં. ઠંડીના કારણે રેલવે, માર્ગ વાહનવ્યવહાર તેમજ હવાઈ વ્યવહાર પણ ખોરવાઈ ગયો છે અને સંખ્યાબધં કેટલાંક એરપોર્ટ તો સંપૂર્ણ બધં કરી દેવામાં આવ્યાં છે.
છેલ્લા કેટલાક દિવસોથી યુરોપ ભારે હિમવર્ષેાને કારણે હાડ થીજાવતી ઠંડીમાં જકડાઇ ગયું છે. ઘણાં દેશોના પારો શૂન્યથી પણ ૨૦ થી ૩૯ ડિગ્રી નીચે પહોંચી જતાં જનજીવન ખોરવાઇ ગયું છે. પૂર્વ યુરોપમાં બોસ્નીયાની રાજધાની સરાજેવોમાં સર્વત્ર બરફ જ બરફ નજરે પડતો હતો. લોકો ઘરો કારોમાં ભરાઇ ગયા હતા