|
|
| |
 |
ત્રિકોણીય શ્રેણીમાં વરસાદનું વિધ્ન: ભારત સામે ઓસ્ટ્રેલીયાની ખરાબ શરૂઆત
|
 |
 |
|
|
| |
|
|
 |
|
|
| |
ઓસ્ટ્રેલિયામાં આજથી શરૂ થયેલી ત્રિકોણીય શ્રેણીના પ્રથમ મેચમાં વરસાદનું વિધ્ન નળ્યું છે. મેલબોર્નમાં આજથી શ થયેલી ત્રિકોણીય શ્રેણીની પ્રથમ વનડેમાં ભારતે ટોસ જીતીને ઓસ્ટ્રેલિયાને પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપ્યું છે. હાલમાં ઓસ્ટ્રેલિયાએ ૧૧ ઓવરમાં ૨ વિકેટે ૩૫ રન બનાવી લીધા છે. મેથ્યુ વેડે ૨૧ અને માઈકલ કલાર્ક ૫ રને રમતમાં છે. હાલમાં વરસાદના કારણે મેચ અટકાવી દેવામાં આવી છે.
પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયન ટીમની શઆત ધીમી રહી હતી. પ્રવીણ કુમાર અને વિનય કુમારન જોડીએ વિસ્ફોટક ડેવિડ વોર્નર અને મેથ્યુ વેડેને બાંધી રાખ્યા હતા અને આસાનીથી રન લેવા દીધા નહોતા. અંતે આક્રમક વલણ અપનાવવા જતા ડેવિડ વોર્નર આઉટ થયો હતો. વિનય કુમારે તેને કલીન બોલ્ડ કર્યેા હતો. વોર્નર ૧૪ બોલમાં એક પણ બાઉન્ડ્રી ફટકાર્યા વગર ૬ રને આઉટ થયો હતો.
ત્યાર બાદ ઓસ્ટ્રેલિયન દિગ્ગજ રિકી પોન્ટિંગ બેટિંગમાં આવ્યો હતો. પરંતુ તે હજી સેટ થાય તે પહેલા જ વિનય કુમારે તેને પેવેલિયન ભેગો કરી દીધો હતો. વિનય કુમારે પોન્ટિંગને રૈનાના હાથમાં કેચ આઉટ કરાવ્યો હતો. પોન્ટિંગ ૧૨ બોલમાં ૨ રન બનાવીને આઉટ થયો હતો.
ભારતીય ટીમે પ્રથમ વનડેમાં થોડો આશ્ચર્યજનક નિર્ણય લેતા વિસ્ફોટક ઓપનર વીરેન્દ્ર સેહવાગને ટીમની બહાર રાખ્યો છે. યારે માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરને અંતિમ ઈલેવનમાં સામેલ કર્યેા છે.
ઓસ્ટ્રેલિયન ટીમ:–મેથ્યુ વેડે, ડેવિડ વોર્નર, રિકી પોન્ટિંગ, માઈકલ કલાર્ક, માઈક હસ્સી, ડેવિડ હસ્સી, ડેનિયન ક્રિશ્ચિયન, રેયાન હેરિસ, મિશેલ સ્ટાર્ક, કિંલટ મેકકેય, ઝેવિયર ડોહેર્થિ.
ભારતીય ટીમ:–ગૌતમ ગંભીર, સચિન તેંડુલકર, વિરાટ કોહલી, સુરેશ રૈના, રોહિત શર્મા, મહેન્દ્ર સિંહ ધોની, રવિન્દ્ર જાડેજા, આર.અશ્વિન, રાહત્પલ શર્મા, વિનય કુમાર, પ્રવીણ કુમાર
|
 |
 |
 |
fpô²$ue AÞe kdpQpfp¡ |
 |
| |
|
 |
NyS>fps fpô²$ue Ap„sffpô²$ue M¡g-S>Ns |
 |
h^y kdpQpfp¡ |
 |
|
| |
|