Homewww.aajkaaldaily.com
site hit counter
Members : DAVP | INS | IRS
Dhanraj Group :: Aajkaal
Bookmark this SiteEmail Us HomeGujarati Fonts HelpCorporate InfoAdvertise with Us
Latest News
News Section
  ગુજરાત
  રાષ્ટ્રીય
  આંતરરાષ્ટ્રીય
  ખેલ-જગત
  રાજકોટ આવૃતિ
  અમદાવાદ આવૃતિ
  જામનગર આવૃતિ
  ભાવનગર આવૃતિ
  પોરબંદર આવૃતિ
  ભૂજ-કચ્છ આવૃતિ
 
Archives
 
National All News ૩૧/૦૧/૨૦૧૨ (મંગળવાર)
 

ત્રાસવાદી કસાબ અંગે નિષ્પક્ષ સુનાવણી કરવામાં આવી નથી

     
 

મુંબઈમાં ભીષણ આતંકવાદી હુમલા દરમિયાન જીવતા ઝડપાઇ ગયેલા કુખ્યાત આતંકવાદી મહોમ્મદ અજમલ કસાબે આજે સુપ્રીમ કોર્ટ સમક્ષ એવી દલીલ કરી હતી કે, આ કેસમાં નિષ્પક્ષ અને સ્વતંત્ર સુનાવણી હાથ ધરવામાં આવી નથી. કસાબનો બચાવ કરવા સુપ્રીમ કોર્ટ દ્વારા નિમવામાં આવેલા એમિક્સ ક્યુરી તરીકે નિમણૂંક પામેલા રાજુ રામચંદ્રન દ્વારા સુપ્રીમ કોર્ટના જસ્ટીસ આફતાબ અલમના નેતૃત્વમાં દેશ સમક્ષ ધારદાર દલીલો કરી હતી.
તેમણે કહ્યું હતું કે, કસાબ ભારત સામે યુદ્ધ છેડવા માટે રચાયેલા કાવતરાનો ભાગ ન હતો. રામચંદ્રને વધુમાં કહ્યું હતું કે જો કલમ ૩૦૨ હેઠળ દોષિત હું કરુ તો એમ ન કહી શકાય કે યુદ્ધ છેડવાના કાવતરાનો ભાગ હતો. તેમણે કહ્યું હતું કે સરકારી પક્ષ તેમની વિરૂદ્ધના મામલાઓમાં શંકાથી પર સાબિત કરવામાં નિષ્ફળ ગયું છે.
કસાબે વકીલ મારફતે ખંડપીઠને કહ્યું હતું કે મામલાની સુનાવણી દરમ્યાન પોતાના બચાવ કરવા માટે વકીલે યોગ્ય દલીલો કરી ન હતી. સુપ્રીમ કોર્ટે ગત વર્ષની ૧૦ ઓક્ટોબરે ૨૪ વર્ષીય કસાબની ફાંસીની સજા પર મનાઇ હુકમ ફરમાંવ્યો હતો. બોમ્બે હાઇકોર્ટ દ્વારા આપવામાં આવેલી ફાંસીની સજાને પડકારની અરજીમાં કસાબે કહ્યું હતું કે "અલ્લાહ"ના નામ પર ગંભીર ગુનાને અંજામ આપવા રોબોટની જેમ નેનો બ્રેઇન વોશ કરાયું હતું. તેની ઉમર ઘણી નાની હોવાથી ફાસીની સજાને તે હકદાર નથી. કસાબ હાલ મુંબઇની આર્પર રોડ જેલમાં કેદ છે. નોંધનીય છે કે કસાબે અન્ય નવ પાકિસ્તાની આતંકીઓ સાથે મળીને ૨૦૦૮ની ૨૬ નવેમ્બરે મુંબઇ પર આડેધડ ફાયરીંગ કર્યું હતું. જેમાં ૧૬૬ના મોત થયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, ૨૧મી ફેબ્રુઆરી ૨૦૧૧ના દિવસે મુંબઇ હાઇકોર્ટે કસાબને મૃત્યુદંડની સજા ફટકારવાના ટ્રાયલ કોર્ટના આદેશને યોગ્ય ઠેરવ્યો હતો.

Top of page
fpô²$ue AÞe kdpQpfp¡
 
  
NyS>fpsfpô²$ueAp„sffpô²$ueM¡g-S>Ns
h^y kdpQpfp¡
 

HomeCorporate InfoAdvertise with UsDisclaimerSitemapWebmaster
© DHANRAJ NEWS & MEDIA PVT. LTD., Rajkot (Gujarat-India) All Right Reserved.