Homewww.aajkaaldaily.com
site hit counter
Members : DAVP | INS | IRS
Dhanraj Group :: Aajkaal
Bookmark this SiteEmail Us HomeGujarati Fonts HelpCorporate InfoAdvertise with Us
Latest News
News Section
  ગુજરાત
  રાષ્ટ્રીય
  આંતરરાષ્ટ્રીય
  ખેલ-જગત
  રાજકોટ આવૃતિ
  અમદાવાદ આવૃતિ
  જામનગર આવૃતિ
  ભાવનગર આવૃતિ
  પોરબંદર આવૃતિ
  ભૂજ-કચ્છ આવૃતિ
 
Archives
 
National All News ૧૮/૦૧/૨૦૧૨ (બુધવાર)
 
સેનાના વડા સિંહ કોર્ટમાં જતા યુપીએ સરકાર ભારે લાલઘુમ
     
 

સંરક્ષણ મંત્રાલયએ સેનાના વડાની જન્મ તારીખના મામલે ઉભા થયેલા વિવાદ અંગે આખરે મૌન તોડીને આજે નારાજગી વ્યક્ત કરી હતી. સંરક્ષણ મંત્રાલયે કહ્યું છે કે, જનરલ વીકે સિંહે સરકારની સામે કોર્ટમાં જઇને ખરાબ દાખલો બેસાડ્યો છે. સંરક્ષણ રાજય પ્રધાન પલ્લમ રાજુએ કહ્યું છે કે, આ ઘટનાક્રમ મંત્રાલય અથવા સેના માટે સારો નથી. આનાથી ખરાબ છાપ ઉભી થાય છે. રાજુએ કહ્યું હતું કે, આ મામલો સંવેદનશીલ પ્રકારનો છે. આ મામલો જાહેર ચર્ચાનો નથી. જનરલ સિંહે સુપ્રીમ કોર્ટમાં સરકાર સામે રજૂઆત કર્યા બાદ વડાપ્રધાન મનમોહનસિંહે પણ આ મામલો હાથ ધર્યો છે. તેમની જન્મ તારીખને લઇને વીકે સિંહે સુપ્રીમ કોર્ટમાં રજૂઆત કરી હતી. આ મામલે ગઇકાલે સંરક્ષણ પ્રધાન એકે એન્ટોની, કાયદા પ્રધાન સલમાન ખુર્શીદ, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર શિવશંકર મેનન અને અન્ય કેટલાક કાયદાકીય નિષ્ણાંતો સાથે વાતચીત કરી હતી.
સરકારે સુપ્રીમ કોર્ટમાં ગઇકાલે કેવેટ દાખલ કરીને જનરલ વીકે સિંહ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર કોઇ ચુકાદો આપતાં પહેલા સુનાવણી હાથ ધરે. જનરલ સિંહે રેકોર્ડને ટાંકીને કહ્યું છે કે, તેમનો જન્મ ૧૯૫૧માં થયો હતો. જેથી માર્ચ ૨૦૧૩માં નિવૃત્ત થશે. જયારે સંરક્ષણ મંત્રાલયમાં રેકોર્ડ દર્શાવે છે કે, વીકે સિંહનો જન્મ ૧૯૫૦માં થયો હતો. આનો મતલબ એ થયો કે, આ વર્ષે મે મહિનામાં તેઓ નિવૃત્ત થશે. સેનાના વડાની રજૂઆતને લઇને ભારે કાયદાકીય ગૂંચ ઉભી થઇ ગઇ છે. સૂત્રોએ કહ્યું છે કે, સરકારે જનરલ સિંહની જગ્યા કોણ લેશે તે અંગે સેનાના વરિષ્ઠ ઓફિસરોની યાદી તૈયાર કરી લીધી છે. એવા અહેવાલ પણ આવી ચૂક્યા છે કે, જનરલ સિંહને સુપ્રીમ કોર્ટમાં મામલો પેન્ડીંગ છે ત્યાં સુધી રજા ઉપર ઉતરી જવા કહ્યું છે. વધુમાં અહેવાલમાં જણાવાયું છે કે, સેનાના વડાએ સોમવારે કોર્ટમાં રજૂઆત કર્યા બાદ સમીક્ષા પ્રધાનને પણ પત્ર લખ્યો હતો. જનરલ સિંહે લેખીતમાં પત્ર લખીને રજૂઆત કરી છે. આગામી દિવસે પણ જનરલ સિંહની જન્મ તારીખને લઇને ઉભા થયેલા વિવાદનો ઉકેલ આવે તેવી શક્યતા ઓછી દેખાઇ રહી છે. હજુ ખેંચતાણની સ્થિતિ રહેવાના સંકેત છે.

Top of page
fpô²$ue AÞe kdpQpfp¡
 
  
NyS>fpsfpô²$ueAp„sffpô²$ueM¡g-S>Ns
h^y kdpQpfp¡
 

HomeCorporate InfoAdvertise with UsDisclaimerSitemapWebmaster
© DHANRAJ NEWS & MEDIA PVT. LTD., Rajkot (Gujarat-India) All Right Reserved.