નવીદિલ્હીની ગણતત્રં દિવસની પરેડમાં 'અગ્નિ–૪' અને 'પ્રહાર મિસાઇલ' મુખ્ય આકર્ષણ બન્યા
દેશભરમાં આજે ૬૩ મા ગણતત્રં દિવસની દેશભકિતના માહોલ વચ્ચે ઉજવણી કરવામાં આવી રહી છે. દિલ્હીમાં રાષ્ટ્ર્રપતિ પ્રતિભા પાટીલે રાજપથ ઉપર રાષ્ટ્ર્રધ્વજ ફરકાવીને સલામી આપી હતી. આજની આ પરેડનું મુખ્ય આકર્ષણ અિચાર અને પ્રહાર નામના બે મિસાઇલ રહયા છે. આજના આ ગણતત્રં દિવસની ઉજવણીના મુખ્ય અતિથિ તરીકે થાઇલેન્ડના વડાપ્રધાન યિંગલક સિંનવાર્તા ઉપસ્થિત રહયા હતાં. આજની આ પરેડ દરમિયાન ટી–૭ર ટેન્કે પણ રાષ્ટ્ર્રપતિને સલામી આપી હતી.
રાજપથ ઉપર રાષ્ટ્ર્રપતિએ જયારે તિરંગો ફરકાવ્યો ત્યારે ર૧ તોપની ધણધણાટી વચ્ચે વાયુ સેનાના વિમાનો અને હેલિકોપ્ટરોએ પોતાના કરતબ દેખાળ્યા હતાં. વાયુદળની આ પરેડ જોઇને રાજપથ ઉપર ઉપસ્થિત વિશાળ જનમેદનીને ખુશી દર્શાવી હતી. આ પ્રસંગે રાષ્ટ્ર્રપતિએ અશોકચક્ર અને પરમવીરચક્ર લેફટર્નન્ટ જનરલ નવદિપસિંહને અશોકચક્ર એનાયત કર્યેા હતો. જયારે ત્રણ બહાદુરોને કિર્તી ચક્ર અને સેનાના ૯ જવાનો સહિત ૧૬ને સૌર્ય પુરસ્કાર એનાયત કરાયા હતાં.
રાષ્ટ્ર્રપતિએ ધ્વજ ફરકાવ્ા બાદ પરેડની સલામી લીધી હતી જેમાં જુદા જુદા રાજયો દ્રારા બનાવવામાં આવેલા ટેબ્લો રજૂ થયા હતાં.
આજના આ ગણતત્રં દિવસ સંદર્ભે સમગ્ર દિલ્હીમાં લોખંડી સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી હતી. દિલ્હી પોલીસ અને અર્ધલશ્કરી દળોના રપ૦૦૦ થી વધુ કર્મચારીઓ તૈનાતમાં રહયા હતાં. આજના આ દિવસ સંદર્ભે અંબાલા, આગ્રા અને હિંડન એરબેઇઝ ઉપર લડાકુ વિમાનોને પણ એલર્ટ રાખવામાં આવ્ા હતાં.
આજના આ કાર્યક્રમમાં ઉપરાષ્ટ્ર્રપતિ અમીત અણસારી, વડાપ્રધાન મનમોહનસિંઘ, કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધી, ભાજપના નેતા લાલકૃષ્ણ અડવાણી, અરૂણ જેટલી, મંત્રી મંડળના સભ્યો તેમજ જુદા–જુદા રાજય પક્ષના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતાં.