વડોદરાના એક પીએસઆઇને દારૂ અને વરદીના નશામાં અમદાવાદમાં ધમાલ કરવાનું ભારે પડી ગયું હતું બે ફામ કાર દોડાવીને અકસ્માત સર્જીગયાબાદ ટોળા સામે રીવોલ્વર ટાકનાત એ.કે. પરમારને લોકોએ મારમર્યેા હતો અને તેની જીપને ઉધી પડી દીધી હતી.
લોકોએ પીએસઆઇની ભરેલી રિવોલ્વર આંચકીને તેને મારી–મારીને અધમૂઓ કરી નાખ્યો. ઉપરાંત કારનો પણ રીતસર ભુક્કો બોલાવીને ઐંધી પાડી દીધી હતી. ટોળાનો ગુસ્સો જોઈએ કોન્સ્ટેબલ અને ગનમેન પણ આરોપી વિુ બોડીને લઈને બિલ્લીપગે સરકી ગયા હતા. આખરે અમદાવાદ પોલીસે આવીને આ દાડિયા પીએસઆઇની ધરપકડ કરી હતી.
વડોદરા રાવપુરા પોલીસમથકના વિવાદાસ્પદ પીએસઆઇ એ.કે. પરમાર કુખ્યાત વિજય (વિજુ બોડી) કેદીને લઈને અમદાવાદ તપાસ માટે આવ્યા હતા. તેમની સાથે એક પોલીસ કોન્સ્ટેબલ અને એક ગનમેન પણ હતો. આ બધા લોકો પીએસઆઇ પરમારની ખાનગી કારમાં આવ્યા હતા. અમદાવાદથી સાંજે પાંચેક વાગ્યે બધા પરત ફરી રહ્યા હતા, ત્યારે ગાડીમાં જ 'બાર રાખનારા પીએસઆઇ પરમાર દાના નશામાં ધૂત બની ગયા હતા.
ઉપરાંત એક મિનિટ પણ સ્થિર ઊભા ન રહી શકતા પરમારે આવી હાલતમાં ડ્રાઇવિંગ કરી પોતાની કાર કોચરબ આશ્રમ પાસે ભારત પેટ્રોલપપં સામે ફટપાથ પર ચડાવી એક સાઇકલવાળાને પણ અડફેટે લીધો. આ અકસ્માત થતાં લોકોનાં ટોળાં એકઠાં થઈ ગયાં અને પરમારની માતિ કાર (જીજે.૮–ઇ–૪૯૭પ)ને ઘેરી લીધી હતી. આ સમયે વર્દીમાં સ અને નશામાં ધૂત પરમાર લથડાતા પગે કારમાંથી ઉતરીને ટોળા સામે સવ્સિર્ રિવોલ્વર તાકીને કહ્યું કે, 'હત્પં સિંઘમ છું અને જાતે પરમાર છું, તમને બધાને ખતમ કરી દઈશ.
જો કે પીએસઆઇનું વર્તન જોઈ ઉશ્કેરાયેલું ટોળું પોતે જ સિંઘમ બની ગયું અને તેની રિવોલ્વર ઝૂંટવીને તેની જ લાકડીથી તેને ફટકાર્યેા હતો અને ત્યારબાદ ગડદા–પાટુ મારીને ધોઈ નાખ્યો હતો. દરમિયાન પીએસઆઇની સાથેના કોન્સ્ટેબલ અને ગનમેન લાગ જોઈને કેદી વીજુ બોડીને લઈને ચૂપચાપ સરકી ગયા હતા. બીજી તરફ કારમાંથી દા પણ મળી આવતાં લોકોએ કારનો ભુક્કો બોલાવીને ઐંધી પાડી દીધી હતી. દરમિયાન કોઈએ કંટ્રોલમાં ફોન કરતાં ઘટનાસ્થળે દોડી ગયેલી પોલીસ પરમારને ટોળાના મારથી બચાવીને એલિસબ્રિજ પોલીસમથકે લઈ ગઈ હતી, યાં તેની સામે ફરિયાદ નોંધવામાં આવી હતી