લેવાલીની વચ્ચે સેન્સેક્સમાં ૨૩૨ પોઇન્ટનો સુધાર થયોે
શેરબજારમાં આજે મોટો સુધારો નોંધાયો હતો. કારોબારના અંતે ફંડ દ્વારા લેવાલીના કારણે સેન્સેક્સમાં સુધારો થતા રોકાણકારોને રાહત થઇ હતી. અગાઉના સેશનમાં ૭૫ પોઇન્ટ ગુમાવી દેનાર સેન્સેક્સમાં ૨૩૨ પોઇન્ટનો સુધારો થતા તેની સપાટી વધીને ૧૫૯૭૧ની સપાટીએ પહોંચી હતી. આઇટી, રિયાલિટી અને મેટલના શેરમાં તેજી રહેતા સેન્સેક્સમાં સુધારો થયો હતો. બીજી બાજુ નેસનલ સ્ટોક એક્સચેંજના નિફટીમાં ૬૫ પોઇન્ટનો સુધારો થતા તેની સપાટી ૪૭૭૯ રહી હતી. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરમાં ૧.૯૪ ટકાનો સુધારો થયો હતો. જયારે ઇન્ફોસીસના શેરમાં ૨.૯૧ ટકાનો ઉછાળો રહ્યો હતો. આ બન્ને શેરના કારણે સેન્સેક્સમાં મોટો સુધારો થયો હતો. બ્રોકરોએ કહ્યું હતું કે માર્કેટમાં રીક્વરી નોંધાઇ છે. બ્રોકરોએ કહ્યું છે કે આઇટી સેક્ટરમાં લેવાલી વધુ જોવા મળી હતી. કેટલીક વખત સુધારો થયો હોવા છતાં સેન્સેક્સ આ વર્ષમાં રેકોર્ડ ર્વાિષક નુકસાન સાથે બંધ રહે તેવી શક્યતા છે. ઉંચા વ્યાજ દરની વ્યવસ્થા વચ્ચે વર્ષોમાં રેકોર્ડ નુકસાન થયું છે. અમેરિકી ડોલર સામે રૂપિયામાં પણ ઘટાડો નોંધાયો છે. આ ઉપરાંત વૈશ્વિક પર્યાવરણમાં ર્આિથક અનિશ્ચિતતા દેખાઇ રહી છે. આજે ટેલિકોમ શેરોમાં ઉછાળો રહ્યો હતો. ભારતી એરટેલમાં ૪.૩૧ ટકાનો સુધારો થયો હતો. જયારે આઈડિયાના શેરમાં ૪.૪૪ ટકાનો ઘટાડો નોંધાયો હતો. તમામ સેક્ટરલ ઇન્ડેક્સ તેજીમાં રહ્યાં હતાં. આઈટી ઇન્ડેક્સમાં ૨.૩ ટકાનો સુધારો થયો હતો. ઓટો અને પાવરમાં પણ સુધારો થયો હતો. જોકે, હેલ્થકેરના ઇન્ડેક્સમાં થોડોક સુધારો થયો હતો. ટીડીસેટ દ્વારા થ્રીજી રોમિંગ પ્રતિબંધના આદેશ ઉપર મનાઇ હુકમ મુકી દેતા ટેલિકોમ શેરો ઉપર અસર થઇ હતી અને આ શેરમાં તેજી જોવા મળી હતી. મેટલના શેર પણ તેજીમાં રહ્યાં હતાં. મેટલ ઇન્ડેક્સમાં ૧.૪ ટકાનો સુધારો રહ્યો હતો. આજે કારોબાર દરમિયાન ૧૭૩૫ શેર તેજીમાં રહ્યાં હતાં જયારે ૯૭૧ શેર મંદીમાં રહ્યાં હતાં. મિડકેપ અને સ્મોલકેપ ઇન્ડેક્સમાં એક એક ટકાનો ઉછાળો નોંધાયો હતો.