સરકારી કર્મચારીઓને તેમની કામગીરી પ્રમાણે બોનસ મળશે
કેન્દ્ર સરકારે વફાદારીપૂર્વક શ્રેષ્ઠ કામગીરી કરી રહેલા સરકારી કર્મચારીઓની કદર કરવાનું વિચાર્યું છે. કેન્દ્ર સરકાર નવા વર્ષમાં મહેનતું કર્મચારીઓને પર્ફોમન્સ બોનસ આપવાની તૈયારી કરી રહ્યું છે. આ કર્મચારીઓને પર્ફોમન્સ આશ્વાસિત ઇન્સેન્ટીવ સ્કીમ હેઠળ આવરી લેવામાં આવશે. સરકારી કર્મચારીઓને પણ ખાનગી કર્મચારીઓની જેમ મહેનતનું મીઠુ ફળ સરકાર આપશે. છઠ્ઠા પગાર પંચે કેન્દ્ર સરકારની આ પ્રકારની ભલામણો કરી હતી. આ ભલામણોનો ઝડપથી અમલ થાય એ માટે કેન્દ્ર સરકાર ઝડપી પગલાં ભરી રહ્યું છે. વર્ષ ૨૦૧૨ના નવા વર્ષની શરૂઆતમાં જ કેન્દ્રીય કર્મચારીઓ માટે પર્ફોમન્સ બોનસની જાહેરાત કરી શકે છે.કેન્દ્રીય પર્સોનલ્ટ અને પબ્લીક ગ્રીવન્સીસ વિભાગના રાજય મંત્રી એમ.વી. નારાયણ સ્વામીએ જણાવ્યું કે આ લાભ પર્ફોમન્સ આધારિત ઇન્સેન્ટીવ તરીકે ગણાશે અને કર્મચારીઓની કામગીરી ધ્યાનમાં લેવાશે. તેમણે કહ્યું કે કેન્દ્ર સરકારે છઠ્ઠા નાણા પંચની ભલામણોનો સ્વીકાર કર્યો છે અને તે અંગે માર્ગર્દિશકા ઘડવાનું કામ ચાલી રહ્યું છે.
પર્ફોમન્સ બોનસની યોજના હેઠળ કર્મચારીઓને ૫ થી ૨૦ ટકા સુધી વધારાનું વેતન મળશે. આ કોર્ટ કર્મચારીઓએ સરકારે નક્કી કરેલા ધારા ધોરણો પર ખરુ ઉતરવું પડશે. છઠ્ઠા નાણા પંચે આઈઆઈએમ અમદાવાદના નિષ્ણાતોની ખાસ મદદ લીધી છે.
પર્ફોમન્સ બોનસ યોજના હેઠળ લગભગ ૬૦ લાખ કેન્દ્રીય કર્મચારીઓ આવે છે. રાજય સરકારો પણ આવી યોજના પોતાના કર્મચારીઓ માટે પોતાના રાજયોમાં લાગુ કરે તેવી શક્યતા છે.