ખાદ્યપદાર્થોની મોંઘવારીમાં ઘટાડો થયો છે. તે ર૬ નવેમ્બરના સપ્તાહે તેનો મોંઘવારી દર ૬.૬ ટકા રહ્યો છે. પરંતુ લોકસભામ મોંઘવારીના દરમાં થયેલા મોટા ઘટાડાના કારણે કેન્દ્ર સરકાર વિપક્ષના મોંઘવારી મુદ્દે કરવામાં આવેલા આકરા પ્રકારોથી બચી શકી નથી. લોકસભામાં વિપક્ષના નેતા સુષ્મા સ્વરાજે મોંઘવારી મુદ્દે ચર્ચા વખતે કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે દાવો કર્યો હતો કે મોરારજી દેસાઈ અને ભાજપની સરકારના શાસનકાળ દરમ્યાન ખાદ્ય પદાર્થોની કિંમતો સ્થિર રહી હતી. તેમણે કેન્દ્રની યુપીએ સરકાર પર મોટો કટાક્ષ કરત કહ્યું હતું કે ટકાવારીની ભાષા બોલનારી અને સમજનારી સરકાર તો દેશની ગરીબ પ્રજાના દુઃખ દર્દ સમજી શકી નહી.
સુષ્મા સ્વરાજે મોંઘવારી મુદ્દે યુપીએ સરકારને નિશાનો બનાવતા કહ્ય કે સરકારે રૂ. ૩રથી ઓછું કમાતા લોકોને ગરીબી રેખા નીચે ગણાવીને ગરીબી રેખાની મજાક ઉડાવી છે. કેન્દ્ર સરકાર કયારેય ગરીબોનું સાંભળતી ન હોવા અંગેનો તેમને આક્ષેપ કર્યો છે.
તેમને વધુમાં જણાવ્ય હતું કે કેન્દ્રની યુપીએ સરકાર મોંઘવારી મુદ્દે આંખ આડા કાન કરી રહી છે સુષ્મા સ્વરાજે સાંસદમાં આમ આદમી માટે ઊભા રહેવાનું પણ કહ્યું તેમણે રીટેલમાં એફડીઆઈના સરકારના સ્થગિત કરાયેલા નિર્ણયોનો ઉલ્લેખ કરીને કહ્યું છે. આંંતરરાષ્ટ્રીય સ્તરે છબી સુધારવાથી દેશની અર્થવ્યવસ્થા સુધરશે નહી.
પ્રજા રાહતનો શ્વાસ ત્યારે જ લેશે જયારે તેમના ખિસ્સામાં ચાર પૈસા આવશે સુષ્માએ યુપીએ સરકારને કટાક્ષ મારતા કહ્ય હત કે ભારતની અર્થવ્યવસ્થા હાવર્ડ અને ઓક્સફોર્ડ પણ હજી સુધી સમજી શકે તેમ નથી તેમને નાણામંત્રી પ્રણવ મુખર્જીની તેમના ચાલુ નિવેદનમાં અન્ય કાગળો વાંચવાની બંધ કરવાની ટકોર કરી હતી ત્યારે પ્રવણ મુખર્જીએ તેનો પ્રત્યાઘાત આપતા જણાવ્યું હતું કે તેઓ આ અંગેની દરેક બાબતો તે પેહલા સાંભળી ચૂકયા છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે મોંઘવારીના દરમાં ઘટાડો થયો છે. જો કે સુષ્મા સ્વરાજે પણ નાંણામંત્રીને પ્રત્યોત્તર આપ્યો હતો કે કેન્દ્રની યુપીએ સરકાર મોંઘવારી ઘટાડી શકી નથી તેથી તેમના નિવેદનમાં કોઈ બદલાવ આવતો નથી દેશની ગરીબ પ્રજાની આવકમાં પણ કોઈ વધારો થયો નથી જેના પગલે મહારાષ્ટ્રમાં મોટી સંખ્યામાં ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે.
સુષ્મા સ્વરાજે સરકારને ચેતવણી આપતા કહ્યું હતું કે યુપીએ સરકાર દિવસેને દિવસે વધતી જતી મોંઘવારી નો ઉકેલ શોધવાનો રસ્તો શોધે અને જો તમે આ રસ્તો ન શોધી શકતા હોય તો ગાદી છોડો. |