ભૂતપૂર્વ ટેલિકોમ પ્રધાન રાજાએ દિલ્હી કોર્ટમાં આજે સાફ શબ્દોમાં કહ્યું હતું કે, તે તમામ આરોપીઓ સામે વિશ્વાસ ભંગના વધારાનાં ફોજદારી આરોપો લાગુ કરવા સીબીઆઈની નવેસરની અરજીનો કોઈ જવાબ આપશે નહીં.
સીબીઆઈએ કહ્યું છે કે, ટુજી સ્પેક્ટ્રમ ફાળવણી કૌભાંડ કેસમાં તેની તપાસ પરિપૂર્ણ થઈ ગઈ છે તેમ સીબીઆઈએ નિવેદન કર્યુ છે. સીબીઆઈની અરજી પર રાજા સહિત ૧૭ આરોપીઓનાં જવાબ મેળવી લેનાર સ્પેશિયલ સીબીઆઈ જજ ઓ.પી.સૈનીએ તમામની રજૂઆતો સાંભળી હતી. સીનિયર એડવોકેટ સુશીલ કુમાર ડીએમકેનાં નેતા તરફથી ઉપસ્થિત થયા હતાં. સુશીલ કુમારે કહ્યું હતું કે, જયાં સુધી સીબીઆઈ તપાસની પ્રગતિ અંગે પોતાનું ચિત્ર સ્પષ્ટ કરશે નહીં ત્યાં સુધી તેઓ સુનાવણીમાં ભાગ લેશે નહીં. કુમારે કહ્યું હતું કે, અમે સ્પષ્ટ વલણ અપનાવી રહ્યા છીએ, જયાં સુધી સીબીઆઈ એફિડેવિટ દાખલ કરશે નહીં ત્યાં સુધી હાલમાં ચાલી રહેલ તપાસ પરિપૂર્ણ થઈ ચૂકી છે તેમ કહેશે નહીં ત્યાં સુધી આ કેસની કાર્યવાહીમાં ભાગ લઈશું નહીં. રાજાના વકીલે એમપણ કહ્યું હતું કે, તેમના અસીલ સીબીઆઈ દ્વારા અપનાવવામાં આવેલાં વિરોધાભાસી વલણ અંગે નારાજ છે. તેમણે કહ્યું હતું કે, અમે કોઈપણ સમય ઈચ્છતા નથી અન્યોને ટાઈમ પણ આપવા ઈચ્છતા નથી. બીજીબાજી સીબીઆઈએ સુપ્રિમ કોર્ટમાં કહ્યું હતું કે, તે જુદા જુદા લોકોની ભૂમિકામાં તપાસ કરી રહી છે જેમાં ઉદ્યોગપતિ અનિલ અંબાણીનો પણ સમાવેશ થાય છે. જજે કુમારનાં નિવેદન બાદ પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે, સુપ્રિમ કોર્ટ અંગે કોઈપણ ટિપ્પણી કરવામાં ન આવે તે જરૂરી છે. સ્પેશિયલ પ્રોસીક્યુટરે યુ.એલ.લલિતે સીબીઆઈનું વલણ સ્પષ્ટ કર્યુ હતું અને કહ્યું હતું કે, તેઓ સુપ્રિમ કોર્ટમાં સીબીઆઈનું પ્રતિનિધિત્વ કરશે નહીં. આ કોર્ટમાં આ કેસમાં સીબીઆઈનો કેસ તેઓ લડી રહ્યા છે. લલિતે ધારદાર દલીલો કરી હતી.