બિલ્ડર લોબી માટે ખુશખબર:BRTS રૂટ પર કોર્પોરેશન FSI વેચશે
આજકાલ પ્રતિનિધિ
રાજકોટ
રાજકોટની બિલ્ડર લોબી માટે ખુશખબર છે કે હવે રાજકોટ મ્યુનિસિપલ કોર્પેારેશન દ્રારા ગોંડલ રોડ ચોકડીથી જામનગર ચોકડી સુધીના બીઆરટીએસ રૂટ પર એફએસઆઇ વેચવા માટે સૈધ્ધાંતિક નિર્ણય લેવાઇ ગયો છે અને હવે આ માટે રાય સરકારની મંજૂરી મેળવવા ટૂંકસમયમાં દરખાસ્ત કરવામાં આવનાર છે. સ્ટેન્ડિંગ કમિટી અને જનરલ બોર્ડમાં ઠરાવ પસાર કરી વહેલામાં વહેલી તકે આ અંગેની દરખાસ્ત રાય સરકાર સમક્ષ રજૂ કરવામાં આવશે તેમ મેયર જનકભાઇ કોટક સહિતના પદાધિકારીઓએ પત્રકારોને સંબોધતા જણાવ્યું હતું.
વધુમાં આ અંગે મેયર જનકભાઇ કોટક, ડેપ્યુટી મેયર દીપાબેન ચીકાણી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ડો.જૈમન ઉપાધ્યાય, શાસક નેતા રાજુભાઇ બોરીચા, શહેર ભાજપ પ્રમુખ ધનસુખભાઇ ભંડેરી, પૂર્વ પ્રમુખ નીતિનભાઇ ભારદ્રાજ સહિતના પદાધિકારીઓએ સત્તાવાર જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, રાજકોટ મ્યુનિસિપલ કોર્પેારેશન દ્રારા ૧૫૦ ફટ રિંગરોડ પરના બીઆરટીએસ રૂટ પરની એફએસઆઇ વેચવાનો નિર્ણય લેવાયો છે અને બીઆરટીએસ રૂટની એફએસઆઇના વેચાણથી મહાપાલિકાને રૂા.૧૨૦ કરોડની આવક થવાનો અંદાજ છે.
પદાધિકારીઓએ વિશેષમાં જણાવ્યું હતું કે, રાજકોટ મ્યુનિસિપલ કોર્પેારેશન દ્રારા હાલમાં લો–રાઇઝ બિલ્ડિંગમાં ૧.૫૦ની એફએસઆઇ આપવામાં આવે છે જેમાં ૦.૭૫નો વધારો કરી ૨.૨૫ એફએસઆઇ આપવા અને હાઇરાઇઝ બિલ્ડિંગમાં હાલ ૧.૮૦ એફએસઆઇ આપવામાં આવે છે જેમાં પણ ૦.૭૫નો વધારો કરી ૨.૫૫ની એફએસઆઇ આપવા કોર્પેારેશન તત્રં દ્રારા સ્થાનિક સ્તરે નિર્ણય લેવાઇ ગયો છે અને ટૂંકસમયમાં આ અંગે સ્ટેન્ડિંગ કમિટી અને જનરલ બોર્ડની બેઠકમાં ઠરાવ પસાર કરી રાય સરકારને મોકલવામાં આવનાર છે.
મહાપાલિકા દ્રારા કરોડો રૂપિયાના ખર્ચે બનાવાયેલા બીઆરટીએસ રૂટ અને ફલાય ઓવર બ્રિજનો ખર્ચ રિકવર કરવા માટે એફએસઆઇ વેચવાનો નિર્ણય લેવામાં આવ્યો છે તેમ પદાધિકારીઓએ ઉમેયુ હતું.
એફએસઆઇ વેચવાના કોર્પેારેશનના નિર્ણયથી બીઆરટીએસ રૂટની આજુબાજુ જમીન ધરાવતા બિલ્ડર્સ તેમજ મિલકતધારકોને જબરો ફાયદો થશે તે નિિત છે. આ અંગેનો ડિટેઇલ પ્રોજેકટ રિપોર્ટ પણ તૈયાર કરી દેવામાં આવ્યો છે અને રાય સરકારમાં મોકલવામાં આવનાર દરખાસ્તની સાથે આ ડિટેઇલ પ્રોજેકટ રિપોર્ટ પણ જોડવામાં આવશે.
વેચાણ પાત્ર FSI પેટે જંત્રી દરના ૪૦ ટકા અથવા મીટર દીઠ રૂા.૧૫૦૦થી ૨૦૦૦ વસૂલાશે
મહાપાલિકાના પદાધિકારીઓ દ્રારા બીઆરટીએસ રૂટ પર એફએસઆઇના વેચાણની જાહેરાત કરવામાં આવી છે ત્યારે એફએસઆઇના દર અંગે તેમણે જણાવ્યું હતું કે, જંત્રી દરના ૪૦ ટકા અથવા લો–રાઇઝમાં મીટર દીઠ રૂા.૧૫૦૦ અને હાઇરાઇઝ બિલ્ડીંગમાં મીટર દીઠ રૂા.૨૦૦૦ આ બન્નેમાંથી જે વધુ હશે તે મુજબ રકમની વસૂલાત કરવામાં આવશે. ૧૦.૫ કિ.મી. લંબાઇના બીઆરટીએસ રૂટ પર એફએસઆઇના વેચાણથી મહાપાલિકાને રૂા.૧૨૦ કરોડની આવક થવાનો અંદાજ કાઢવામાં આવ્યો છે.
રોડ ડિવાઇડરથી બન્ને બાજુ ૨૫૦ મીટર સુધી FSI જઈંનું વેચાણ કરાશે
મહાપાલિકા દ્રારા બીઆરટીએસ રૂટ પર એફએસઆઇના વેચાણની જાહેરાત કરવામાં આવી છે અને આ અંગે ટૂંક સમયમાં સરકારમાં પણ દરખાસ્ત કરવામાં આવનાર છે. એફએસઆઇના વેચાણ માટે તૈયાર કરાયેલા ડિટેઇલ પ્રોજેકટ રિપોર્ટ મુજબ બીઆરટીએસ રૂટના સેન્ટ્રલ રોડ ડિવાઇડરથી બન્ને બાજુએ ૨૫૦ મીટર સુધીના વિસ્તારમાં એફએસઆઇનું વેચાણ કરવામાં આવશે તેમ પદાધિકારીઓએ જણાવ્યું હતું