લંડન સહિત સમગ્ર યુરોપમાં પડી રહેલા બરફના વરસાદને કારણે જનજીવન હજુ અસ્તવ્યસ્ત છે. હિથ્રો એરપોર્ટ પર સેંકડો ફલાઇટ રદ થયા બાદ વિમાનોની અવરજવર રાબેતા મુજબની કરવા માટે તત્રં કામે લાગ્યું છે.
હવામાન ખાતાના નિષ્ણાતોએ કહ્યું હતું કે બ્રિટનમાં એક મહિનાથી હિમ, બરફના થર જામવા તેમ જ થીજી જાય કાતિલ ટાઢ અને પ્રતિકૂળ તાપમાનની સમસ્યા જોવા મળે છે. હીથ્રો એરપોર્ટે એક નિવેદનમાં કહ્યું હતું કે હીથ્રો હવે ખુલી ગયું છે તથા ૬ઠ્ઠી ફેબ્રુઆરીથી વિમાનોની આવનજાવન નિયમિતપણે થઈ રહી છે. રવિવારે હીથ્રો ખાતે કેટલીક ફલાઈઋઇટને આયરલેન્ડ વાળી લેવામાં આવી હતી. પાંચમી ફેબ્રુઆરીએ ૧,૩૦૦ વિમાન રદ કરવા બદલ બ્રિટનના વિમાનીમથકના અધિકારીઓની ભારે ઝાટકણી કાઢવામાં આવી હતી.
યારે ઈંગ્લેન્ડ તથા વેલ્સના અન્ય હિસ્સાઓ છેલ્લા એક સાહથી હિમની તકલીફથી અસરગ્રસ્ત છે. શાળાઓ બધં હતી પરંતુ અધિકારીઓએ પરિવહન ક્ષેત્રે પરિસ્થિતિ સામાન્ય થાય તે માટે ભારે જહેમત ઊઠાવી હતી. કેટલાક રસ્તા પર તો પીગળી રહેલા બરફથી ભારે ઉપાધી થઈ હતી.
રવિવારે હીથ્રોથી ભારત ભણી આવતા કેટલાક વિમાનો રદ કરાયાં હતાં. ટ્રેનો પણ ભારે વિલંબથી દોડતી હતી તથા કારનો રસ્તા પર ભરાવો જોવા મળતો હતો. દરમિયાન વોર્સેાથી પ્રા થયેલા એક અહેવાલ અનુસાર યુરોપમાં ટાઢનું વિષચક્ર જામ્યું છે. કાતિલ ઠંડીએ પોલેન્ડમાં ૬૨ જણનો ભોગ લીધો છે એમ પોલીસે જણાવ્યું હતું. લોકોના જીવ બચાવવા માટે પોલેન્ડના ઘરવિહોણા આશરામાં શરાબના નશામાં ચૂર વ્યકિતઓ પરનો પ્રતિબધં હટાવી લેવામાં આવ્યો છે. નવેમ્બરથી પોલેન્ડમાં શિયાળો શ થતાં ૧૦૭ જણ મૃત્યુ પામ્યા છે. પોલેન્ડના પડોશી લિથુઆનીયામાં તાપમાન –૩૧ સેલ્સીયસ થતાં ગયા શનિ–રવિવારે વધુ છ જણનાં મોત નીપજતાં મરણાંક ૧૭નો થઈ ગયો છે. યારે ઝેક રિપબ્લિકમાં બ્રેનો નામક પૂર્વીય શહેરમાં એક ઘરવિહોણો માનવી મૃત્યુ પામેલો જોવા મળ્યો હતો. આ સાથે આ દેશમાં ૧૮ વ્યકિત કાતીલ ટાઢથી મૃત્યુ પામી હતી, એમ પોલીસે જણાવ્યું હતું