અગાઉ સુપ્રીમ કોર્ટના સમન્સને પગલે પગલે કોર્ટમાં હાજર થનાર પાકિસ્તાનના વડા પ્રધાન યુસુફ રઝા ગિલાનીએ પોતાની સામેના અદાલતના તિરસ્કારના કેસમાં ૧૩મી ફેબ્રુઆરીએ સર્વેાચ્ચ અદાલત સમક્ષ હાજર થવાની તૈયારી બતાવી હતી, પરંતુ તેમની કાનૂની ટીમ આ કેસમાં આગામી બે–ચાર દિવસમાં અપીલ કરવાની તૈયારી કરી રહી છે. અગાઉ, પ્રમુખ સામેના ભ્રષ્ટ્રાચારના કેસ ફરી શ કરવામાં નિષ્ફળ જવા બદલ ગિલાનીને અદાલતના તિરસ્કારના કેસનો સામનો કરવા માટે ૧૩મી ફેબ્રુઆરીએ સર્વેાચ્ચ અદાલત સમક્ષ હાજર થવા સમન્સ પાઠવાયા હતા. પાકિસ્તાનના પ્રસારમાધ્યમના અહેવાલ મુજબ વડા પ્રધાનની કાનૂની નિષ્ણાતોની ટીમ આગામી થોડા દિવસમાં સર્વેાચ્ચ અદાલતમાં અરજી કરવાની છે. વડા પ્રધાને જાહેરાત કરી હતી કે હત્પં સર્વેાચ્ચ અદાલતમાં હાજર થઇશ અને તેના દ્રારા અપાતા ચુકાદાને માન આપીશ. ગિલાનીના વકીલ ઐતઝાઝ અહેસાનના એક સાથીએ જણાવ્યું હતું કે અમે બુધવારે કે ગુવારે અરજી કરીશું. અમે આ અપીલને આખરી સ્વપ આપવાની કાર્યવાહી કરી રહ્યા છીએ. ન્યાયાધીશ નાસીલ મુલ્કની અધ્યક્ષતા હેઠળની સર્વેાચ્ચ અદાલતની બેન્ચે સૌપ્રથમ વખત ૧૯મી જાન્યુઆરીએ ગિલાની સામેનો અદાલતના તિરસ્કારનો કેસ હાથ ધર્યેા હતો. તે વખતે ગિલાની જાતે જ બેન્ચ સમક્ષ હાજર થયા હતા. સર્વેાચ્ચ અદાલતની સાત ન્યાયાધીશની બેન્ચે ગિલાની પર પ્રમુખ સામેના ભ્રષ્ટ્રાચારના કેસને ફરી શ કરવામાં નિષ્ફળ જવાનો આક્ષેપ કરીને અદાલતના તિરસ્કારના કેસનો સામનો કરવા માટે ૧૩મી ફેબ્રુઆરીએ અદાલતમાં હાજર થવાનો આદેશ આપ્યો હતો