Homewww.aajkaaldaily.com
site hit counter
Members : DAVP | INS | IRS
Dhanraj Group :: Aajkaal
Bookmark this SiteEmail Us HomeGujarati Fonts HelpCorporate InfoAdvertise with Us
Latest News
News Section
  ગુજરાત
  રાષ્ટ્રીય
  આંતરરાષ્ટ્રીય
  ખેલ-જગત
  રાજકોટ આવૃતિ
  અમદાવાદ આવૃતિ
  જામનગર આવૃતિ
  ભાવનગર આવૃતિ
  પોરબંદર આવૃતિ
  ભૂજ-કચ્છ આવૃતિ
 
Archives
 
International All News ૦૬/૧૦/૨૦૧૧ (ગુરૂવાર)
 
મહાકાય એપલ કંપનીના સહ સ્થાપક સ્ટીવ જોબ્સનું નિધન
     
 
 
Top of page

ટેકનોલોજીની દુનિયામાં મહારથી ગણાતા અને વિશ્વની ટોચની કંપની એપલના સહ સ્થાપક સ્ટીવ જોબ્સનું અવસાન થઈ ગયું છે જેથી સમગ્ર વિશ્વના બજારોમાં તેમના મોતના અહેવાલથી આઘાતનું મોજું ફરી વળ્યું છે. સ્ટીવ જોબ્સના અવસાનના સમાચાર કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ દ્વારા જારી કરવામાં આવ્યા હતા. જોબ્સે પોતાની લાઈફ દરમિયાન અનેક ક્રાંતિકારી શોધ કરી હતી. તેમની આ ટેકનોલોજી શોધના કારણે લોકોની લાઈફ ઉપર ખૂબ જ મહત્વ રહ્યું હતું. લોકોની લાઈફ સ્ટાઇલ બદલાઈ હતી. અમેરિકામાં સિલિકોન વેલીના આઈકોન ગણાતા સ્ટીવ જોબ્સે વિશ્વના લોકોને આઈપોડ અને આઈફોન જેવા અભૂતપૂર્વ અને કદી પણ ન ભૂલી શકાય તેવા ટેકનોલોજીથી સજજ સાધનો આપ્યા છે. સ્ટીવ જોબ્સે ઓગસ્ટ મહિનામાં એપલ કંપનીના સીઈઓના હોદ્દા પરથી રાજીનામું આપી દીધું હતું. હાલમાં ટીમ કુક કંપનીના સીઈઓ તરીકે હતા. વર્ષ ૨૦૦૪થી સ્ટીવ જોબ્સ કેન્સરથી ગ્રસ્ત હતા. વર્ષ ૨૦૦૯માં તેમના લીવરને બદલવાની ફરજ પડી હતી. અત્રે નોંધનીય છે કે મહાકાય કંપની એપલે ગઈકાલે આઈફોનનું નવી ર્વિઝન આઈફોન-૪-એસ લોંચ કરીને વિશ્વભરમાં વધુ એક ક્રાંતિ લાવી દીધી હતી.
પરિવારના સભ્યોએ વિગત આપતા કહ્યું છે કે સ્ટીવ જોબ્સનું અવસાન શાંતિપૂર્ણ રીતે થયું છે. ઊંઘમાં જ તેમનું અવસાન થયું હતું. કંપનીએ પણ એક નિવેદન જારી કરીને આ અંગેની માહિતી આપી છે. કંપનીએ નિવેદન જારી કરતા કહ્યું છે કે સ્ટીવમાં અભૂતપૂર્વ એનર્જી અને પ્રેશનની પ્રવૃત્તિ હતી. નવી નવી શોધ કરવામાં તેઓ જાણીતા હતા. વિશ્વની સૌથી મોટી ટેકનોલોજી કોર્પોરેશન કંપની એપલના સીઈઓ તરીકે તેઓ વર્ષોથી રહ્યા હતા. તેઓ છેલ્લા ઘણા વર્ષથી કેન્સર સાથે સંઘર્ષ કરી રહ્યા હતા. સ્ટીવ પોલ જોબ્સનો જન્મ ૨૪મી ફેબ્રુઆરી ૧૯૫૫ના દિવસે થયો હતો. સિરિયામાંથી એક વિદ્યાર્થી તરીકે આગળ વધ્યા હતા. સ્ટીવન સીમસનને દંતક લઈને એક દંપતિએ તેમનો ઉછેર કર્યો હતો. જોબ્સે પોલેન્ડમાં રીડ કોલેજમાં અભ્યાસ કર્યો હતો. ૧૯૭૨માં તેઓ એક સેમેસ્ટર બાદ ડ્રોપ આઉટ થઈ ગયા હતા.

Ap„sffpô²$ue AÞe kdpQpfp¡
 

 

 
NyS>fpsfpô²$ueAp„sffpô²$ueM¡g-S>Ns
h^y kdpQpfp¡
 

HomeCorporate InfoAdvertise with UsDisclaimerSitemapWebmaster
© DHANRAJ NEWS & MEDIA PVT. LTD., Rajkot (Gujarat-India) All Right Reserved.