Homewww.aajkaaldaily.com
site hit counter
Members : DAVP | INS | IRS
Dhanraj Group :: Aajkaal
Bookmark this SiteEmail Us HomeGujarati Fonts HelpCorporate InfoAdvertise with Us
Latest News
News Section
  ગુજરાત
  રાષ્ટ્રીય
  આંતરરાષ્ટ્રીય
  ખેલ-જગત
  રાજકોટ આવૃતિ
  અમદાવાદ આવૃતિ
  જામનગર આવૃતિ
  ભાવનગર આવૃતિ
  પોરબંદર આવૃતિ
  ભૂજ-કચ્છ આવૃતિ
 
Archives
 
 
Jamnagar Edition All News ૦૯/૦૨/૨૦૧૨ (ગુરૂવાર)
 
ભણગોરના બે શકમંદોને રાજકોટની લૂંટ પ્રકરણમાં ઉઠાવી જતી પોલીસ
     
 
 
Top of page
રાજકોટના સોની બજાર વિસ્તારમાં આવેલ નકલંક ચોકમાં મુંબઇની જાણીતી સંગમ સોના જ્વેલર્સની પેઢીમાંથી ગઇકાલે બપોરે રિવોલ્વર અને છરી સાથે ત્રાટકેલા ચાર લૂંટાઓએ પેઢીના મેનેજર અને કર્મચારીઓને બંધક બનાવી તિજોરીમાંથી પોણા બે કરોડના સોનાના દાગીનાની દિલધડક લૂંટ ચલાવી પલાયન થઇ ગયાની ઘટના પોલીસ ચોપડે નોંધાતાં ખળભળાટ મચી જવા પામ્યો છે ત્યારે રાજકોટના ઇતિહાસમાં સૌપ્રથમ બનેલી આવડી મોટી લૂંટની ઘટનાનો ભેદ ઉકેલવા માટે પોલીસ કમિશનર ગીથા જોહરી, ડીસીપી પાંડે, ક્રાઇમ બ્રાન્ચના એસીપી રબારી સહિતનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી જઇ દિલધડક લૂંટની વૈજ્ઞાનિક ઢબે તપાસ શ કરી હતી. દરમ્યાનમાં પોલીસ ટુકડીઓ દ્વારા જુદીજુદી દિશામાં તપાસ ચલાવવામાં આવી રહી છે. રાજકોટ, જામનગર, સુરેન્દ્રનગર સહિતના જિલ્લાઓમાં પોલીસ ટુકડીઓએ ધામા નાખ્યા છે. મોબાઇલ ડીટેઇલસના આધારે પણ તપાસ ચલાવવામાં આવી રહી છે. દરમ્યાનમાં આધારભૂત સુત્રોમાંથી મળેલી વિગત મુજબ જામઙ્ગગર જિલ્લાના ભાણવડ તાલુકાના ભણગોર ગામમાં પટેલની વાડીમાં કામ કરતા બે શખ્સોને પૂછપરછ માટે રાજકોટ એલસીબીની ટુકડી ઉઠાવી ગઇ હોવાનું જાણવા મળ્યું છે. જો કે પોલીસ દ્વારા હાલના તબકકે શંકાના આધારે પૂછપરછ ચલાવીને અંકોળા મેળવવામાં આવી રહ્યા છે.
આ બનાવ અંગેની જાણવા મળતી વિગતો મુજબ, રાજકોટના સોની બજાર વિસ્તારમાં આવેલ નકલંક ચોકમાં વજુભાઇ જ્વેલર્સનું મકાન ભાડે રાખી રહેતાં મુળ રાજસ્થાનના શિવસિંહ ઉર્ફે શિવપાલસિંહ જયસિંહ ચૌહાણ (ઉ.વ.24) નામના યુવાને પોલીસમાં નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે તેઓ મુંબઇની જાણીતી સોના સંગમ જ્વેલર્સ નામની પેઢીમાં નોકરી કરતાં હોવાનું અને મુંબઇથી આવતાં સોનાના દાગીનાનું સૌરાષ્ટ્રભરમાં વેચાણ કરતાં હોવાનું જણાવ્યું હતું.
મુંબઇથી ા.1.75 કરોડની કિંમતનું સાત કિલો સોનાના દાગીનાનું પાર્સલ આંગડીયા મારફત રાજકોટ આવ્યું હતું જે પાર્સલ આંગડીયા પેઢીમાંથી છોડાવી સોના સંગમ જ્વેલર્સની પેઢીના મકાનમાં આવેલી કોડવર્ડવાળી તીજોરીમાં રાખવામાં આવ્યું હતું.
બપોરના અઢી વાગ્યાના અરસામાં સોના સંગમ જ્વેલર્સ પેઢીના મેનેજર રાકેશ તારણદાસ વૈષ્ણવ, કર્મચારી શિવસિંહ ઉર્ફે શિવપાલસિંહ જયસિંહ ચૌહાણ, વિક્રમસિંહ અને કમલેશ સહિતના ચારેય શખસો ઉપરોક્ત મકાનમાં હાજર હતાં ત્યારે શિવસિંહ અેંઠવાડ નાખવા માટે મકાનની ડેલી ખોલી હતી. આ જ વખતે ચાર અજાણ્યા શખસો રિવોલ્વર અને છરી સાથે મકાનમાં ધસી જઇ ચારેય કર્મચારીઓને રિવોલ્વરના નાળચે બંધક બનાવી શિવસિંહ, કમલેશ અને વિક્રમસિંહના હાથ-પગ બાંધી તેઓના મોઢામાં ટેનીસનો દડો નાખી ત્રણેય શખસોને ઉપરના મમાં પૂરી દીધા હતાં જ્યારે મેનેજર રાકેશ નારણદાસ વૈષ્ણવને પણ બંધક બનાવી તેને નીચેના મમાં રાખવામાં આવ્યો હતો અને તેનીપાસેથી તીજોરીની ચાવી લઇ તેમાં રાખેલ 1.75 કરોડની કિંમતના સાત કિલો સોનાના દાગીનાની લૂંટ ચલાવી ચારેય લૂંટાઓ પોબારા ભણી ગયા હતાં.
આ લૂંટની ઘટનાની જાણ થતાં પોલીસ કમિશનર ગીથા જોહરી, ડીસીપી પાંડે, ક્રાઇમ બ્રાન્ચના એસીપી રબારી સહિતના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી જઇ પોલીસ માટે પડકારપ ઐતિહાસિક પોણા બે કરોડની લૂંટનો ભેદ ઉકેલવા માટે ફોરેન્સીક નિષ્ણાતો, ફિંગરપ્રિન્ટ નિષ્ણાતો અને ડોગ સ્કવોડની મદદથી વૈજ્ઞાનિક ઢબે તપાસ શ કરી છે.
પોલીસે ચારેય લૂંટાઓના વર્ણનના આધારે રેખાચિત્ર તૈયાર કયર્િ છે જેમાં બે શખસો કાઠિયાવાડી ભાષા બોલતાં હતાં જ્યારે બે શખસો હિન્દી ભાષા બોલતાં હતાં અને આ ચારેય લૂંટાઓ નંબર આપીને જ વાતો કરતાં હતાં.
રાજકોટની ઐતિહાસિક લૂંટમાં સંગમ સોના જ્વેલર્સ પેઢીના કોઇ કર્મચારીએ જ માહિતી આપી હોવાની શંકા પરથી પોલીસે ચારેય શખસોની અટકાયત કરી ક્રોસ ઇન્ટ્રોગેશન શ કર્યું છે. પોલીસના જણાવ્યા પ્રમાણે સોના સંગમ જ્વેલર્સ પેઢીની તીજોરી ચાવીની સાથોસાથ કોડવર્ડથી જ ખુલતી હતી જે કોડવર્ડ મેનેજર રાકેશ વૈષ્ણવ અને તેનો માસીયાઇ ભાઇ કમલેશ જાણતાં હતાં. બપોરે 12 વાગ્યે મુંબઇથી પોણા બે કરોડના સોનાના દાગીનાનું પાર્સલ આવ્યું અને અઢી વાગ્યે લૂંટાઓ ત્રાટક્યા હતાં જેના પરથી કોઇ જાણભેદૂએ જ માહિતી આપી હોવાની પોલીસે શંકા વ્યક્ત કરી તે દિશામાં તપાસ શ કરી છે અને ચારેય કર્મચારીઓના મોબાઇલ ફોનની ડીટેઇલ કઢાવી તેના આધારે તપાસ શ કરવામાં આવી છે.

Åd_Nf Æëgp_p kdpQpfp¡
 

દેશી ઘીના હાટ ગણાતા ખંભાળીયામાં ફુડ વિભાગ ત્રાટકયું: નમુનાઓ લેવાયા

  ભણગોરના બે શકમંદોને રાજકોટની લૂંટ પ્રકરણમાં ઉઠાવી જતી પોલીસ
  ખંભાળિયાના એએસઆઇ ગુન્હાહીત બેદરકારી સબબ સસ્પેન્ડ
Åd_Nf Aph©rsil¡fM»cpguepduWp`yfØpf¼p^°p¡gAp¡MpcpZhX
h^y kdpQpfp¡
 

HomeCorporate InfoAdvertise with UsDisclaimerSitemapWebmaster
© DHANRAJ NEWS & MEDIA PVT. LTD., Rajkot (Gujarat-India) All Right Reserved.