સિદસર ધામ ખાતે ઉમિયાનગરમાં તા.9 થી 11 દરમ્યાન માઁ ઉમિયા રજત જંયતિ મહોત્સવને કારણે આગામી તા.9 થી 11 દરમ્યાન લાલપુર માર્કેટીંગ યાર્ડનું કામ બંધ રાખવા સતાવાળઓએ નિર્ણય કર્યો છે.
સિદસરમાં ઉમિયાનગરમાં યોજાયેલા આ મહોત્સવમાં મોટાભાગના ખેડૂતો ભાગ લેવાના હોય તે માટે માર્કેટીંગ યાર્ડનું કામ બંધ રાખવા નિર્ણય કરવામાં આવ્યો છે. માર્કેટીંગ યાર્ડમાં ખેડૂતોને પણ ત્રણ દિવસ દરમ્યાન પોતાનો માલ સામાન ન મોકલવા જણાવાયું છે.
જો કે જિલ્લાના મોટાભાગના યાર્ડોમાં તા.9 થી 11 દરમ્યાન માલસામાનની આવક સાવ ઓછી રહે તેવી સંભાવના છે. |