મુસ્લિમ સમાજ દ્રારા ઇસ્લામ ધર્મના સ્થાપક હઝરત પૈગંબર સાહેબની જન્મજયંતિ ઇદે–એ મિલાદની જામનગર સહિત સમગ્ર હાલારમાં ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. જામનગર, ખંભાળીયા અને ધ્રોલમાં ઇદ–એ મિલાદનું ઝુલૂસ નિકળ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતાં. શહેરમાં પાંચ હાટડી વિસ્તારમાં ઇદ–એ મિલાદુનબી અંતર્ગત ૨૫૧ કિલોની કેક બનાવી તેનું ન્યાઝ સ્વરૂપે વિતરણ કરવામાં આવ્યું હતું.
પાંચ હાટડી વિસ્તારમાં સુન્ની મુસ્લિમ કુરૈશ કસાઇ જમાત અને હત્પશેન યગં કમિટિ દ્રારા પ્રથમ વખત ૨૫૧ કિલોની કેક બનાવવાનું આયોજન કરાયું હતું. આ ન્યાઝ શરીફમાં ઉલ્માએ કરીમ, સાદાતે કરીમ હાજરી આપશે. ઉપરાંત 'ઇદે મિલાદ' ના પવિત્ર તહેવાર નિમિત્તે 'સુન્ની મુસ્લિમ' જમાત જામનગર તરફથી તા.૦૫.૦૨.૨૦૧૨ને રવિવારના રોજ સાંજે ૪.૦૦ કલાકે એક ભવ્ય જુલુસનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દિવસે જામનગર શહેરના મુસ્લિમ બિરાદરો તરફથી એક શાનદાર જુલુસનું આયોજન કરવામાં આવ્યુ છે. જામનગર શહેરમાં સુન્ની મુસ્લિમ બિરાદરો તરફથી એક શાનદાર જુલુસનું આયોજન કરવામાં આવ્યુ છે. જામનગર શહેરમાં સુન્ની મુસ્લિમ બિરદારો તરફથી દર વર્ષે બારમી શરીફનેે પૂરા અદબ અને અહેતરામની સાથે માનવામાં આવે છે તેથી આ વર્ષે પણ આ પ્રસંગે બારગાહે રિસાલત મઆબમાં નઝરે અકીદત પેશ કરવા એક શાનદાર જુલુસનું આયોજન કરવામાં આવ્યુ છે, આ જુલુસ સાયરપીર ચોક, સઇના વંડાથી શરૂ થઇ રાબેતા મુજબ હાજીપીર ચોક, ઘાંચીની ખડકી, ગઢની રાંગ, કાલાવડ ગેઇટ રોડ, પાંચ હાટડી, દરબાર ગઢ, જુમ્મા મસજીદ, ટાવર મસ્જીદ, ચાંદી બજાર થઇ પુન: પાંચહાટડી ચોકમાં મોડી સાંજે સમા થઇ રાબેતા મુજબ સભાના રૂપમાં ફેરવાઇ ગઇ હતી. જામનગરમાં હાજી જુમાભાઇ દોસ્ત મહોમદ ખફી, હાજી અલીભાઇ ઓસમાણભાઇ ખીલજી, હાજી ગુલાબહત્પશેન સુલેમાન દલ, ઇકબાલ ખુરેશી, મહમદ ઇકબાલ વલીમામદ બેલીમ, હાજી સુલેમાન ખલીફા, અયુબભાઇ ચાકી, ઉસમાનભાઇ રાઠોડ સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતાં.
જામનગર ઉપરાંત ધ્રોલમાં પણ ઇદ–એ–મિલાદની મુસ્લિમ બિરાદારોએ ભવ્ય ઉજવણી કરી હતી. સવારે સુલાહા સાદીક ઉજવેલ અને ધ્રોલમાં અમીને શરીયત એજયુ.ટ્રસ્ટ (દારૂઉલમ)ના વિધાર્થીઓએ દારૂઉલમથી મેમણચોક સુધી ઝુલૂસ લઇ આવેલ અને તેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયા હતાં અને ત્યારબાદ ભાઇઓએ ગેબનશાહ પીરની દરગાહએ એકી સાથે મુસ્લિમ ભાઇઓએ જમાઝ અને ઇબાદત અદા કરી હતી.
આ ઉપરાંત ખંભાળીયામાં પણ રવિવારે ઇદ નિમિતે એક વિશાળ ઝુલૂસનું આયોજન કરાયું હતું. જેમાં ૩ હજારથી વધુ મુસ્લિમ બિરાદરો મોટી સંખ્યામાં વાહનો લઇને જોડાયા હતાં. સંઘી પાડા ભઠ્ઠીચોકથી સવારે ૯ વાગ્ે આ ઝુલૂસ નિકળ્યું હતું અને શહેરના અનેકમાર્ગેા પર ફર્યુ હતું અને બપોરે મદીના મસ્જીદ ખાતે આ ઝુલૂસ પૂર્ણ થયું હતું. સુન્ની મુસ્લિમ યગં ગ્રુપના પ્રમુખ આદબ અબુ ભોકલ, શેર કાજી ઇશાકમીયા બાપૂ, સાગરભાઇ ખત્રી, યુનુસ લાખા, ફિરોઝ બ્લોચ સહિતના અગ્રણીઓએ જહેમત ઉઠાવી હતી. ઝુલુસ એક કિલોમીટર લાંબુ હતું. ખંભાળઈયાના ભટ્ટી ચોક, વોરાવાડ, દરબારગઢ, રાજડા રોડ, નગર ગેઈટથી લઈ છેલ્લે મદિના મસ્જીદ ખાતે પૂર્ણ થયું હતું. જેમાં હારોની સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયા હતા. યારે રસ્તામાં ઠેરઠેર આઈસ્ક્રીમ, નાસ્તો, શરબત, ચા–પાણી વગેરે ન્યાઝનું વિતરણ કરવામાં આવ્યું હતું.
દર વર્ષનું પરંપરા મુજબ ભટ્ટી ચોકમાં સુન્નીઅલ રોશની કમિટી દ્રારા ૧૦૦ કિલોની કેક મહાકાય કેક બનાવવામાં આવેલી જેને નિહાળવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડા હતા. સમગ્ર ઝુલુસ દરમિયાન તમામ પ્રકારની વ્યવસ્થાઓ સમસ્ત સુન્ની મુસ્લિમ સમાજના દેખરેખ હેઠળ કરવામાં આવી હતી.
આ ઝુલીસમાં મુસ્લિમ અગ્રણીઓ ઈબ્રાહીમ મુંગણ, રહીમ ચાકી, ફીરોઝ બ્લોચ, ઈમ્તીહાઝ ખાન, આદમ ભોકલ વગેરે જોડાયા હતા.