જામનગરમાં તા.૧૯ થી ૨૧ ફેબ્રુ. દરમ્યાન ૭૬,૦૦૦ બાળકોને પોલીયોના ટીપાં પિવડાવાશે
$
ભારતભરમાં કોઇપણ વ્કિતને પોલીયો ન થાય તે માટે કેન્દ્ર સરકાર ખુબ જ જાગૃત બની છે અને રાષ્ટ્રિ્રય પોલીયો નાબુદી અભિયાનમાં જોડાવવા તમામ રાજયોને સુચના અપાયા બાદ આગામી દિવસોમાં તા.૧૯ થી ૨૧ ફેબ્રુ. દરમ્ાન જામનગર શહેરમાં આશરે ૩૦૦ બુથ ઉપર ૭૬ હજાર બાળકોને પોલીયોના ટીપા પિવડાવવામાં આવશે તેમ 'આજકાલ' સાથેની વિશેષ વાતચીતમાં જામ્યુકોના આરોગ્ય વિભાગના ડો.પ્રણવ વૈધે જણાવ્યું હતું.
જામનગર મહાપાલિકા દ્રારા તા.૧૯ થી ૨૧ ફેબ્રુ. દરમ્ાન શહેરમાં વિવિધ સ્થળોએ આશરે ૩૦૦ બુથ ઉપર પોલીયોના ટીપા પિવડાવવામાં આવનાર છે તેમાં આંગણવાડી, બાલમંદિર તેમજ મહાપાલિકાના કર્મચારીઓ પણ જોડાશે. ગયા વર્ષે બુથ ઉપર ૮૬ ટકા બાળકોને પોલીયોના ટીપા પિવડાવવામાં આવ્યા હતાં અને ત્યારબાદ ૧૪ ટકા બાળકોને ઘેર–ઘેર જઇને પોલીયોના ટીપા પિવડાવવામાં આવ્ા હતાં.
આ વર્ષે પણ કમ–સે–કમ ૭૬ હજાર બાળકોને આ અભિયાન અંતર્ગત ટીપા પિવડાવવામાં આવશે.
જામનગર મહાપાલિકા દ્રારા આ વર્ષે પોલીયો નાબુદી અભિયાન સફળ થાય તે માટે ભરપૂર પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. કમ–સે–કમ પોણો લાખ બાળકોને પોલીયોના ટીપા પીવડાવવા તત્રં કટીબધ્ધ થયું છે. કેન્દ્ર સરકાર પોલીયોના ટીપા મોકલે છે. તેમાં એક શીશીમાંથી આશરે ૧૬ જેટલા બાળકોને ટીપા પીવડાવી શકાય છે અને આ પોલીયો વેકસીન તમામ બુથો ઉપર પહોંચાડવા પણ તત્રં કટીબધ્ધ થયું છે.
જામનગરમાં ગયા વર્ષે પોલીયો નાબુદી અભિયાન સફળ રહ્યું છે અને જિલ્લામાં એકપણ પોલીયાનો કેસ નોંધાયો નથી. જેમ ગયા વર્ષે ૮૬ ટકા લોકોએ બુથ ઉપર જ પોલીયોના ટીપા પિવડાવ્યા છે. આ વખતે ૯૦ ટકાથી વધુ લોકો બુથ ઉપર ટીપા પીવડાવે તેવો આગ્રહ રખાશે અને જો તા.૧૯ના રોજ તેઓ રહી જશે તો તા.૨૦ અને ૨૧ રોજ ઘેર–ઘેર જઇને પણ ૧૫ ડોકટરો અને ૧૪૦૦ જેટલા કર્મચારીઓની ટીમ પોલીયોના ટીપા પીવડાવશે.