જામનગર જિલ્લ્ાાના વિધાનસભા મતદાર વિભાગોના મતદાન મથકોમાં સુધારા કરવા આવેલ તેમજ નવા ઉમેરવામાં આવેલ મતદાન મથકોની દરખાસ્તને ભારતના ચૂંટણી પચં દ્રારા મંજૂરી અપાઇ છે. તે વિધાનસભા મતદાર વિભાગવાર મતદાન મથકો યાદી તૈયાર થઇ છે. આ યાદી જિલ્લ્ાા ચૂંટણી અધિકારી અને કલેકટર કચેરી, જામનગર ખાતે નીચે મુજબની કચેરીઓ ખાતે અને સંબંધીત તાલુકાની મામલતદાર કચેરીઓમાં જોઇ શકાશે.
વિધાનસભા મતદાર વિભાગવાર મતદાન મથકો યાદી તૈયાર થઇ છે જે અન્વયે વિધાનસભા મત વિભાગ કાલાવડ (કચેરી–મહેસૂલ ભવન ધ્રોલમાં)મતદાન મથકો ૨૫૭, વિધાનસભા મત વિભાગ જામનગર (ગ્રામ્ય) (કચેરી–જિલ્લા સેવા સદન–૪ સુભાષ બ્રિજ પાસે, જામનગર)માં મતદાન મથકો ૨૧૬, વિધાનસભા મત વિભાગ જામનગર ઉતર (કચેરી પ્રાંત અધિકારીની કચેરી,લાલ બંગલો, જામનગર)માં મતદાન મથકો ૧૭૭, વિધાનસભા મત વિભાગ જામજોધપુર (કચેરી–પ્રાંત અધિકારીની કચેરી, લાલપુર)માં મતદાન મથકો, ૨૩૮ વિધાનસભા મત વિભાગ ખંભાળીયા (કચેરી પ્રાંત અધિકારીની કચેરી ખંભાળીયા)માં મતદાન મથકો ૨૫૯, વિધાનસભા મત વિભાગ દ્રારકા (કચેરી પ્રાંત અધિકારીની કચેરી, દ્રારકા)માં મતદાન મથકો ૨૪૯ મળી કુલ ૧૫૭૫ મતદાન મથકોની સંખ્યા જામનગર જિલ્લ્ાામાં છે. તેમ જિલ્લ્ાા ચૂંટણી અધિકારી અને કલેકટર જામનગરની એક યાદીમાં જણાવાયું છે