જામનગર જિલ્લાના ધંૂવાવમાં રૂા.૧૦ કરોડની જમીનની માલિકોને અધં દર્શાવી રૂા.૧.૯૫ કરોડની કિંમતનો બોગસ સાટાખત કરાર ઉભો કરી કૌભાંડ કરવાના ગુનામાં પોલીસ તપાસ સામે લદાયેલા મનાઉ હુકમ હાઇકોર્ટે હટાવી લેતાં ફરી પોલીસ તપાસનો ધમધમાટ શરૂ થતાં કૌભાંડીયા તત્વોમાં ફફડાટ ફેલાયો છે.
આ અંગેની વિગત મુજબ ધૂવાંવનાં પરબતભાઇ ભંડેરીએ પોતાના ભાઇઓ સાથેની સંયુકત માલિકીની રેવન્યુ સર્વે ન.ં ૬૨૦ પૈકી ૧માં આવેલી ૫૦ વીધા જમીન વેચવા નિર્ણય કર્યેા હતો. આ માટે જીવા હરસુર કુવાડીયા નામના શખસને આ બાબતે જાણ થતાં તેણે પરબતભાઇનો સંપર્ક કર્યેા હતો અને તેની સાથે રૂા.૧૦ કરોડમાં જમીનનો સોદો નક્કી થયો હતો.
આ જમીનના વેચાણ કરાર થયા બાદ પરબતભાઇ અને તેના ભાઇ અધં હોવાનું દર્શાવી જમીનની કિંમત રૂા.૧,૯૫,૩૫,૦૦૦ દર્શાવી બોગસ સાટાખત કરાર બનાવાયો હતો. એટલું જ નહીં મોડપર સેવા સહકારી મંડળીનો બોગસ બોજો દર્શાવી કૌભાંડ આચરાયું હતું.
જેના પરબતભાઇ ભંડેરીએ જીવા કુવાડીયા, દિલીપ પાનસુરીયા, ઇસ્માઇલ વકીલ સહિતના વિરૂધ્ધ પોલીસ મથકમાં ફરિયાદ કરતાં પોલીસે ગુનો નોંધી તપાસ આરંભી હતી. જેની સામે જીવા કુવાડીયાએ દીવાની કોર્ટમાં દાવો દાખલ કર્યેા હતો અને પોતાની સામેથી ફરિયાદ રદ કરવા હાઇકોર્ટમાં અરજી કરી હતી. જે અન્વયે હાઇકોર્ટ તપાસ સામે મનાઇ હુકમ ફરમાવી ફરિયાદીને બન્ને પક્ષના વકીલોની દલીલો ધ્યાને લઇ હાઇકોર્ટના જસ્ટીસ અનંતભાઇ દવેએ તપાસ સામેનો મનાઇ હુકમ હટાવી લેતાં પુન: પોલીસ તપાસ શરૂ થતાં કૌભાંડીયા તત્વોમાં ફફડાટ ફેલાયો છે.
આ કેસમાં પરબત ભંડેરી વતી વકીલ સુરેશભાઇ ફળદુ અને અમદાવાદના તેજશ બારોટ રોકાયા હતાં.