પોરબંદરના ધારાસભ્ય કમ પ્રદેશ કોંગી પ્રમુખ અર્જુનભાઇ મોઢવાડિયાએ બીજા દિવસે પણ રપ કી.મી.ની ગ્રામ્પંથકની પદયાત્રા કરીને ર દી'માં કુલ પ૦ કી.મી.નું અંતર કાપીને ગ્રામજનોના સુખદુ:ખ જાણ્યા છે તો આજે તેની યાત્રા ત્રીજા દિ'માં પહોંચી છે.
પોરબંદરના કાટવાણા, વિંઝરાણા, ગોઢાણા, ખીી, બાવળવાવ, નાગકા, નટવરનગર, વાછોડા, કુણવદર, તથા સીમવિસ્તારની રપ કી.મી.ની પદયાત્રા બીજા દિવસે કરી હતી તથા આ જનસંપર્ક યાત્રાનું ગામેગામ ઉમળકાભેર સ્વાગત થયું હતું. પ્રજાના ચુંટાયેલા પ્રતિનિધિઓ ચુંટણીને બાદ કરતા મતદારોને નજરે પણ ચડતા નથી ત્યારે બીજી તરફ પોરબંદરના અભ્યાસુ ધારાસભ્ય અને પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અર્જુનભાઇ મોઢવાડિયા લોકપ્રશ્નોની જાત માહિતી મેળવવા માટે સામેથી પદયાત્રાાના માધ્યમથી લોકોની વચ્ચે જતાં પોરબંદરના ગ્રામ્ વિસ્તારના લોકોએ અર્જુનભાઇના આ પ્રશંસનીય પ્રયાસની સરાહના કરી રહ્યા છે. પોરબંદરના ધારાસભ્યશ્રી અર્જુનભાઇ મોઢવાડિયાની ત્રિદિવસીય જનસંપર્ક પદયાત્રાને ખુબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે.
ગઇકાલે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અર્જુનભાઇ મોઢવાડિયાએ પોરબંદરના રોકડીયાહનુમાન મંદિરથી જનસંપર્ક પદયાત્રાનો પ્રારભં કર્યેા હતો, પ્રથમ દિવસે ૭ જેટલા ગામોના વાડી વિસ્તારમાં પદયાત્રાના માધ્યમથી લોકોની વચ્ચે જઇને લોકોને પડતી મુશ્કેલીઓની જાતમાહિતી મેળવી હતી.
પોરબંદર વિધાનસભા મતવિસ્તારના ગ્રામ્ય વિસ્તારના લોકોની મુશ્કેલીઓ અને લોકપ્રશ્નોની જાતમાહીતી મેળવવા માટે જનસંપર્ક પદયાત્રાના માધ્યમથી વાડી વિસ્તારનો પગપાળા પ્રવાસ કરીને લોકોના પ્રશ્નોને સાંભળ્યા હતા. બીજા દિવસે પણ રપ કી.મી.ની આ પદયાત્રામાં વાડીવિસ્તારના ખેડૂતોએ ખેતિવિષયક વિજજોડાણો મળતા ન હોવાની રજુઆત કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા બે દાયકાથી રાજયની ભાજપની સરકારે પોરબંદર તાલુકા સહિત ગુજરાતના પ૭ જેટલા તાલુકાઓને ડાર્કઝોન જાહેર કરેલા હોય ખેડૂતોને ખેતિવિષયક વિજજોડાણો મળતા નથી આ બાબતે અર્જુનભાઇ મોઢવાડિયાએ ડાર્કઝોન મામલે આગામી દિવસોમાં લડત આપવાની ખાત્રી આપી છે.
ગરીબોને ૧૦૦વારના પ્લોટો મળતા નથી
રહેણાંક મકાન માટે ૧૦૦વારના પ્લોટ મળતા ન હોવાની રજુઆત કરી હતી. એક તરફ ઉધોગપતિઓને પાણીના ભાવે હજારો એકર જમીન રાજયની ભાજપ સરકાર ખેરાતમાં આપી રહી છે. જયારે બીજી તરફ ગરીબોની સતત ઉપેક્ષા થઇ રહી છે અને રહેણાંક મકાન માટે ૧૦૦ વારના પ્લોટ આપવામાં રાજય સરકાર ઘોર બેદરકારી દાખવી રહી છે.
વાડી વિસ્તારના આંતરિક રસ્તાઓના પ્રશ્નો
પદયાત્રા મોટાભાગે વાડી વિસ્તારમાં)થી પસાર થઇ હતી. પદયાત્રા દરમિાયન વાડી વિસ્તારના રહેવાસીઓએ વાડીવિસ્તારના આંતરીક રસ્તાઓના પ્રશ્ને રજુઆત કરી હતી. અત્રે એ ઉલ્લેખનીય છે કે સમગ્ર ગુજરાતમાં વાડી વિસ્તારના આંતરિક રસ્તાઓનું મેટલ અને ડામરથી મઢવાની શરૂઆત અર્જુનભાઇ મોઢવાડિયાએ જ કરાવીહતી. વાડી વિસ્તારના આંતરિક રસ્તાઓના કામો જે હજુ બાકી છે તેને વહેલી તકે હાથ ધરવાની ખાત્રી આપી છે.
ગરીબોને બીપીએલની યાદીમાંથી રાજય સરકારે કાઢી નાંખ્યા
જનસંપર્ક યાત્રા દરમ્યાન અનેક અરજદારોએ એવી રજુઆત કરી હતી કે તેઓના પરિવારોની આર્થિક સ્થિતિ ખુબ જ ગરીબ હોવા છતાં તેઓને બીપીએલ રેશનકાર્ડ મળતા નથી જે ગરીબ પરિવારો પાસે બીપીએલ રેશનકાર્ડ હતા તે પરિવારોના રેશનકાર્ડ પણ રાજય સરકારે રદ કરી નાખ્યા છે.
બીપીએલ રેશનકાર્ડના પ્રશ્ને આગામી દિવસોમાં જયારે સર્વેની કામગીરી હાથ ધરાશે ત્યારે ખરા અર્થમાં જે પરિવારો ગરીબ છે તે પરિવારોને બીપીએલ રેશનકાર્ડ મળે તે માટે પ્રયાસ હાથ ધરાશે.
મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો જોડાયા
જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ રણમલભાઇ મોઢવાડિયા, પૂર્વ પ્રમુખ સામતભાઇ ઓડેદરા, શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ સંજયભાઇ કારીયા, પૂર્વ શહેર કોંગ્રેસ પ્રમુખ જલેશભાઇ લાખાણી, નગરપાલિકાના પૂર્વ પ્રમુખ હીરાલલાભાઇ શિયાળ, પ્રદેશ કોંગ્રેસ મંત્રી રામદેવભાઇ મોઢવાડિયા, જુનાગઢ જિલ્લા સહકારી સંઘના વાઇસ ચેરમેન મનુભાઇ ખુંટી, છાંયા શહેર કોંગ્રેસ પ્રમુખ રામભાઇ ઓડેદરા, ગ્રામ્ય વિસ્તારના આગેવાનો સર્વશ્રી ભુરાભાઇ ખુંટી, પરબતભાઇ કારાવદરા, પરબતજીભાઇ ઓડેદરા, સવદાસભાઇ કારાવદરા, કેશુભાઇ રાજાભાઇ ઓડેદરા વિવિધ ગ્રામપંચાયતોના સરપંચો, તેમજ કોંગ્રેસ અગ્રણીઓ સર્વશ્ર િકારૂભાઇ ગોઢાણિયા, ભનુભાઇ ઓડેદરા, ભરતભાઇ મુળુભાઇ મોઢવાડિયા, ધીરૂભાઇ ઓડેદરા, રમેશભાઇ વિંઝુડા, રામભાઇ આગઠ, ચિરાગ મકવાણા, સુનિલભાઇ મોઢા, ગુજરાત પ્રદેશ એન.એસ.યુ.આઇ.ના મહામંત્રી દેવશીભાઇ મોઢવાડિયા સહિતના કોંગ્રેસના અગ્રણીઓ જોડાયા હતા