મારા અત્યાર સુધીમાં અનેક સન્માનો થયા છે પરંતુ મારી જ્ઞાતિ દ્રારા મારા માદરેવતનમાં મારું અદકેરુ સન્માન આજે થયું તે મારા માટે અત્યતં ગર્વની બાબત છે. ઉપરોકત મુજબનો સુર પોરબંદરના કોળીવાડમાં આવેલી બરડાઇ બ્રાહ્મણજ્ઞાતિની વાડીએ જ્ઞાતિ દ્રારા યોજાયેલા સન્માન સમારોહમાં જાણીતા ટીવી સીરીયલ કલાકાર દિલીપ જોશીએ ભાવવિભોર બનીને વ્યકત કર્યેા હતો. રંગબાઇ મંદિરે હવન પ્રસગં બાદ જેઠાલાલ ઉર્ફે દિલીપ જોશી પોરબંદર આવ્યા ત્યારે તેમની શ્રી પોરબંદર તળપદ બરડાઇ બ્રાહ્મણજ્ઞાતિ (નાની નાત) દ્રારા સન્માનિત કરવા માટેનો સમારભં યોજાતા તેમાં બોલતા દિલીપ જોશીએ જણાવ્યું હતું કે નાનપણથી મુંબઇમાં સ્થાયી થયો છું. કેટલાયે કલાકારો ત્યાં સંઘર્ષ કરતા જોવા મળે છે. પરંતુ મારી બાબતમાં ચમત્કાર થયો તે એટલા માટે થયો છે કે અમે જે સીરીયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માનો પ્રારભં કર્યેા ત્યારે પ્રમુખ સ્વામીના ખાસ આશિર્વાદ મળ્યા હતા અને તેથી જ તેમના આશિર્વચન અને વડીલોના પૂણ્યપ્રતાપના બળે હત્પં સફળ થયો છું. તેમણે એમપણ જણાવ્યું કે એક સમય એવો હતો કે કામ વગર ઘરે બેઠા રહેવું પડતું હતું તેમ છતાં હિંમત હાર્યા વગર લડત ચલાવતા અતં સફળતા મને વરી છે. જે સમયે અમારી સીરીયલ શરૂ થઇ ત્યારે એકતા કપુર છાપ સાસબહત્પની સીરીયલોનો ક્રેઝ હતો પણ ત્યારબાદ યારથી અમારી સીરીયલ શરૂ થઇ ત્યારથી આજસુધી ૮૦૦ એપીસોડ પૂર્ણ થયા એ દરમ્યાનની સફળતા દર્શકોને આભારી છે. તેમણે એમપણ જણાવ્યું કે અમારા ડાયરેકટર આસીત મોદી સીરીયલ લઇને અનેક ચેનલો પાસે ગયા હતા પરંતુ તેને ઘણી જગ્યાએથી નતમસ્તકે પરત ફરવું પડું હતું પણ સબ ટીવીએ સ્ટેજ પુરું પાડું અને માત્ર ભારતના જ નહી પણ વિશ્ર્વના ટીવીજગતમાં એક અનોખો ઇતિહાસ રચાઇ ગયો. દિલીપ જોશીએ એમપણ જણાવ્યું કે અનેક ભૂદેવો સીરીયલોમાં કામ કરે છે અને ટીમવર્કથી કામ કરતા અમારી તારક મહેતા સીરીયલમાં ૧૨–૧૨ કલાક બિમારી હોય તો પણ નિાથી ફરજ બજાવતા હોઇએ છીએ. પોરબંદરમાં પોતાની જ્ઞાતિ દ્રારા ત્રિકમાચાર્યબાપુની છબી તથા સન્માનપત્રથી સન્માનિત કરવામાં આવ્યા ત્યારે અત્યતં ભાવવિભોર બનીને તેમણે જણાવ્યું કે ૨૫ વર્ષ પહેલા હાથમાં નાળીયેર અને તલવાર સાથે લ કરીને હત્પં અહીયા આ જ વાડીમાં આવ્યો હતો. એ પૂર્વે પણ અનેક વખત લસમારંભોમાં મેં આ જ વાડીમાં ભોજન લીધું છે અને આજે મારી જ્ઞાતિના વડીલો દ્રારા મારું સન્માન થયું તેનાથી ખુબ ગદગદીત બન્યો છું.
જ્ઞાતિપ્રમુખ અરૂણભાઇ રાયગુરૂએ તેમના પ્રવચનમાં જણાવ્યું કે કલાજગતની આટલી મોટી હસ્તી આપણી જ્ઞાતિનું ગૌરવ વધારે એ આવકારવા લાયક બાબત છે. કુશળ હાસ્ય અભિનેતા તરીકે જાણીતા બનેલા દિલીપભાઇએ હાસ્યની નવી પરીભાષાની કેડી કંડારી છે. આ બરડાઇ સપુત વધુ ઉંચા શીખરો સર કરે તેવી શુભેચ્છા પણ તેમણે પાઠવી હતી.
આ સમારોહમાં પોરબંદર તળપદ બરડાઇ બ્રાહ્મણજ્ઞાતિ (નાની નાત)ના પ્રમુખ અરૂણભાઇ રાયગુરૂ, ઉપપ્રમુખ રમેશભાઇ છેલાવડા, જ્ઞાતિઅગ્રણીઓ ડો. જનક પંડિત, સી.જી. જોશી, પી.એસ.આઇ. છેલાવડા, કેતન જોશી, ઇશ્ર્વર થાનકી, ઉમેશભાઇ થાનકી, કિશોરભાઇ થાનકી, હર્ષવર્ધન આચાર્ય, પ્રભાશંકરભાઇ થાનકી, કિરણભાઇ થાનકી, બિપીનભાઇ મોઢા, ધીરૂભાઇ થાનકી, કિરણભાઇ જોશી, ભરતભાઇ જોશી તથા ત્રિકમાચાર્ય સેવા સમિતિના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત હતા. જ્ઞાતિના આગેવાનોએ પ્રાસંગીક ઉદબોધનોમાં દિલીપ ભાઇને સન્માનવા માટે ત્રણ – ત્રણ વર્ષ માટે ઇચ્છા હતા તેમ છતાં ચાલુ વર્ષે ઇશ્ર્વર થાનકીની જહેમતથી આ આયોજન શકય બનતા શુભેચ્છાઓ આપી હતી. જ્ઞાતિના ભાઇ – બહેનોએ પણ બહોળી સંખ્યામાં હાજરી આપી હતી. દિલીપ જોશીના હસ્તે ત્રિકમાચાર્ય સેવા સમિતિના સભ્યોને પણ મોમેન્ટો આપીને સન્માનિત કર્યા હતા. કાર્યક્રમનું સંચાલન હરીશ થાનકીએ કર્યુ હતું. તેમજ આ આયોજનમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત જ્ઞાતિજનોએ મનમુકીને દિલીપ જોશી સાથે તસ્વીરો પણ ખંેચાવી હતી
મને દિલીપ જોશી તરીકે જ ઓળખે તે ગમે: જેઠાલાલ
પોરબંદરમાં જ્ઞાતિજનો દ્રારા થયેલા સન્માન સમારોહમાં બોલતા તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ફેઇમ કલાકાર દિલીપ જોશીએ ખાસ એ વાત ઉપર ભાર મુકયો હતો કે મને જેઠાલાલ તરીકે નહી પરંતુ દિલીપ જોશી તરીકે લોકો ઓળખે તો વધુ ગમે છે
|