પોરબંદરની ધુળધાણી બની ગયેલી નવી ચોપાટીની સફાઇ થતા ગાબડા પડવા લાગ્યા!
પોરબંદરની કરોડોના ખર્ચે બે વર્ષ પૂર્વે જ બનેલી નવી ચોપાટી ઉપર રેતીના જામી ગયેલા થરની પાલિકાએ સાફસફાઇ કરી ત્યાં તો ચોપાટીના રોડ ઉપર ભ્રષ્ટ્રાચારના પોપડા ઉખડવા લાગ્યા હોય તેમ ઠેર ઠેર ગાબડા પડવા લાગ્યા હોવાથ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
બે વર્ષ પૂર્વે રાયના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ લોકાર્પણ કર્યુ તે નવી ચોપાટી ઉપર રેતીના થર જામી ગયા હોવાના અને પાલિકાનું તત્રં તેની સફાઇ નહી કરતું હોવાના અહેવાલો બાદ નગરપાલિકાના પ્રમુખ મંજુલાબેન લોઢારી તથા ઇન્ચાર્જ ચીફ ઓફિસર ધનજીભાઇ શીયાળે હેલ્થ ઓફિસર વીનુભાઇ અગ્રાવતને સુચના આપતા એક ડઝનથી વધારે સફાઇ કામદારો સાથે રાખીને નવી ચોપાટી પર જામી ગયેલા રેતીના થરને દૂર કરવાની કાર્યવાહી હાથ ધરાઇ હતી. પરંતુ સૌના આર્ય વચ્ચે સફાઇ કામદારો રેતી ભરી રહ્યા હતા તો એ નવી ચોપાટીના રોડ ઉપર કાંકરા ઉખડવા લાગ્યા હતા !! સંપૂર્ણ સફાઇ થઇ ગઇ ત્યાં તો અનેક જગ્યાએ ઉંડાઉંડા ગાબડા થઇ ગયા હતા તો કયાંક વળી કોન્ક્રીટની કાંકરીઓ ચોપાટીના રોડમાંથી બહાર આવીને ઉડવા લાગી હતી !!
રૂા. ૧ કરોડથી વધુના ખર્ચે તત્રં દ્રારા બનાવવામાં આવેલી નવી ચોપાટીના કામમાં મોટા પાયે ભ્રષ્ટ્રાચાર થયો હોય અથવા નબળુ કામ કરવામાં આવ્યું હોય તેની અનુભૂતિ લોકોને થયા વગર રહેતી નથી. કામની ગુણવત્તા ચકાસનાર એન્જીનીયર સામે પણ પગલા ભરવા જરૂરી બન્યા છે. એકબાજુ જુના રાજવીઓએ બનાવેલી ચોપાટી આજેયે અડીખમ છે તો તેની બાજુમાં જ સરકારીબાબુઓએ બનાવેલી નવી ચોપાટી નામશેષ થવાના આરે છે ત્યારે ભ્રષ્ટ્રાતંત્રની બેદરકારીથી ચોપાટીને નુકસાન થઇ રહ્યું હોય તે અંગે રાજકીય પક્ષોના વારેવારે નિવેદન દેતા રાજકીય આગેવાનોએ પણ મૌન ધારણ કરી લેતા ભારે આર્ય સર્જાયું છે !