Homewww.aajkaaldaily.com
site hit counter
Members : DAVP | INS | IRS
Dhanraj Group :: Aajkaal
Bookmark this SiteEmail Us HomeGujarati Fonts HelpCorporate InfoAdvertise with Us
Latest News
News Section
    ગુજરાત
    રાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીય
    M¡g-S>Ns
    રાજકોટ આવૃતિ
 
  રાજકોટ શહેર
  રાજકોટ જીલ્લો
  સુરેન્દ્રનગર
  જુનાગઢ
  અમરેલી
    અમદાવાદ આવૃતિ
    જામનગર આવૃતિ
    ભાવનગર આવૃતિ
    પોરબંદર આવૃતિ
    ભૂજ-કચ્છ આવૃતિ
 
Archives
 
 
Rajkot Edition All News ૦૬/૦૨/૨૦૧૨ (સોમવાર)
 

બાબરા કોન્ટ્રાકટરના મકાનમાં લૂંટારૂઓ ત્રાટકયા: ૧ લાખની લૂંટ

 
 
 
Top of page

બાબરામાં હાઈવે ઉપરથી રામનગર સોસાયટીમાં તાજેતરમાં રહેવા આવેલા કોન્ટ્રાકટરના મકાનમાં રાત્રે તસ્કરો ત્રાટકતાં ઘરના લોકો જાગી જતાં છરી ધોકાથી હુમલો કરીને એક લાખથી વધુ કિંમતનાં દાગીના રોકડ વગેરેની લંૂટ ચલાવીને નાસી છૂટયા હતાં. આ બનાવમાં ચોર–ચેરની બુમોથી પાડોશી જાગી ગયા હતાં પરંતુ તસ્કરો લૂંટ ચલાવી નાસી છુટયા હતા. રાજકોટમાં ભાવનગર હાઈવે રોડ પર આવેલી રામનગર સોસાયટીમાં ૨૦ દિવસ પહેલા રાજકોટથી ભાડે રહેવા આવેલા એક બાંધકામ કોન્ટ્રાકટર પ્રવિણભાઈ બચુભાઈ વાઘેલા (ઉ.વ.૫૨) મનિષાબેન પ્રવીણભાઈ વાઘેલા (ઉ.વ.૫૦)ના રહેણાંક મકાનની પાછળની બાજુની ગ્રીલ જાળી તોડી તસ્કરોએ ઘરમાં ઘુસી તીજોરી તોડી તમામ સામાન ઘરમાંથી બહાર લાવી રોકડ રૂા.૧૫૦૦૦ તથા ૩ તોલાનો ચેન સહિતની કરી હતી. દરમિયાન ઘરમાં કબાટ તથા દરવાજાનો અવાજ થતાં પ્રથમ નિંદ્રામાંથી જાગી ગયેલા મનિષાબેને તસ્કરોને પડકારતાં તેમને લાકડી, ધોકા વડે મારમારી કાનમાં પહેરેલા બુટીયા કાઢી આપવાનું જણાવ્યાં બાદ તેમના પતિ પ્રવીણભાઈ જાગી જતાં તેમને માથાના ભાગે તથા હાથ પર છરીના ઘા ઝીંકી દીધા હતાં તે દરમિયાન આ પતિ, પત્ની દ્રારા ચોર,ચોરના પોકારો શરૂ કરી દેતા પાડોશમાં રહેતા પટેલ પરિવારના લાભુભાઈ તથા તેમના પુત્રો દીપકભાઈ, ધર્મેશભાઈ જાગી જતાં તેમણે ઘર નજીક લૂંટારૂ તસ્કરોએ પડકાર્યા હતાં. મોડીરાત્રે પટેલ પરિવારે લૂંટારૂઓને લલકારતા તેઓ નાસી છૂટયા હોવાનું જાણવા મળે છે. આ વિસ્તારમાં મોડી રાત્રે વસતા શેરી ગલીનાં કુતરાઓ પણ ગાયબ હોવાનું લતાવાસીઓ જણાવે છે. પોલીસ દ્રારા તપાસનો ધમધમાટ શરૂ થયો છે.
મકાન નજીક આવેલી એક પ્રજાપતિ પરિવારની ચામુંડા પ્રોવિઝન નામની દુકાન પણ તોડવામાં આવી હોવાનું જણાવવામાં આવ્યું છે.
પાડોશ પિતા–પુત્રો દોડી જતાં ગૃહિણીની જિંદગી બચી ગઈ
બાબરામાં મોડીરાત્રે રામનગર વિસ્તારના રહેણાક મકાનમાં થયેલી લૂંટમાં મનિષાબેન પ્રવિણભાઈ વાઘેલાને અસહય મારમારી છરી હલાવવાની તૈયાર કરી રહેલા તસ્કરો તેજ વખતે પાડોશી પટેલ લાભુભાઈ કરમશીભાઈ વાવડીયા તથા તેમના પુત્રો દીપકભાઈ ધમાભાઈ એ લાલકારતા મનિષાબેનનો જીવ જતાં અટકયો હોવાનું ભોગ બનનાર પરિવાર જણાવે છે. લતાવાસીઓ દ્રારા પટેલ પરિવારની જવામર્દીના વખાણ થઈ રહ્યાં છે

Adf¡gu_p AÞe kdpQpfp¡
 
   
fpS>L$p¡V$ Aph©rsil¡fÆëgp¡kyf¡ÞÖ_NfS|_pNYAdf¡guAÞe
h^y kdpQpfp¡
 

HomeCorporate InfoAdvertise with UsDisclaimerSitemapWebmaster
© DHANRAJ NEWS & MEDIA PVT. LTD., Rajkot (Gujarat-India) All Right Reserved.