અમરેલી તાલુકાના સરંભડા ગામે સગીર કન્યા ઉપર બળાત્કારના કેસમાં આરોપીને એડીશ્નલ સેશન્સ કોર્ટે સાત વર્ષની સખત સજા અને રૂા.૮૬૦૦નો દંડની સજા ફટકારી હતી. કેસની મળતી વિગતો અનુસાર અમરેલી તાલુકાના સરંભડા ગામે રહેતા બાબુભાઈ વાલજીભાઈ દાફડાની સગીર વયની પુત્રી ગત તા.૨૬૧૦૧૨ના રોજ રાત્રીના ઘરે હતી ત્યારે ગામનો જ વિપુલ ગીગા પરમાર દલિત તેની એકલતાનો લાભ લેવા ઘરમાં પ્રવેશી બારણુ બધં કરી છરીની અણીએ બળજબરીપુર્વક બળાત્કાર ગુજારી ધમકી આપ્યાની ફરિયાદ અંગેનો કેસ અહીંની એડી. સેશન્સ કોર્ટમાં ચાલી જતાં એડીશ્નલ સેશન્સ જજ એમ.કે.દવેએ આરોપી વિપુલ ગીગાભાઈ પરમાર ને સાત વર્ષની સખત કેદ તથા રૂા.૮૬૦૦નો દંડની સજા ફરમાવી હતી. આ કેસમાં ફરિયાદ પક્ષે સરકારી વકીલ મમતાબેન ત્રિવેદીએ ધારદાર રજુઆત કરી હતી.
HomeCorporate InfoAdvertise with UsDisclaimerSitemapWebmaster © DHANRAJ NEWS & MEDIA PVT. LTD., Rajkot (Gujarat-India) All Right Reserved.