હામાપુરના લોટકાંડમાં દોઢ ડઝન સરકારી બાબુઓ ઉપર તવાઇ !
બગસરા નજીક આવેલ હામાપુર ગામેથી ઝડપાયેલ લોટકાંડમાં રેશનિંગ દુકાનધારકોને જેલની હવા ખાવાનો વારો આવ્યા બાદ હવે જિલ્લાના પુરવઠા વિભાગના અધિકારીઓ પર તવાઇ ઉતરી રહ્યાનું અત્યતં આધારભૂત વર્તુળોમાંથી જાણવા મળેલ છે.
સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપના પીએસઆઇ પટેલે પુરવઠા વિભાગના ૧૯ જેટલા અધિકારીઓના ક્રમશ: નિવેદન લેવાનું શરૂ કરેલ છે. જેમાં નાયબ મામલતદારો ગોંડલીયા અને વ્યાસે ધરપકડથી બચવા આગોતરા જામીન અરજી કરી હોવાનું પણ જાણવા મળેલ છે.
એવું માનવામાં આવે છે કે લોટકાંડની તપાસમાં રાજકીય હસ્તક્ષેપ ઉભો ન થાય અને તપાસ થાય તો જિલ્લામાં તત્કાલિન ટાંચના ગણાતા એક અધિકારીને પણ જેલની હવા ખાવાનો વારો આવી શકે તેમ છે.
આગામી દિવસોમાં લોટકાંડ પ્રકરણમાં ધરપકડનો દોર શરૂ થવાની શકયતાઓ હોય જિલ્લાના પુરવઠા વિભાગમાં સન્નાટો છવાઇ ગયો છે અને બીજીતરફ રેશનિંગ દુકાનધારકોમાં પણ ફફડાટ ફેલાઇ જવા પામેલ છે