ભેંસાણના કરીયાગામે અવાવરૂવાડોમાં તાજા જન્મેલા બાળકનો જનાવરોએ ફાડી ખાધેલો મૃતદેહ મળ્યાની જાહેરાત ગામના સરપંચે પોલીસમાં કરી હતી.
કરીયાગામમાં આવેલા બાબુલાખા ચૌહાણના ઘરના વાડામાં કોઇ અજાણી ક્રીએ પાપ છુપાવવા તાજા બાળકને ફેંકી દેતા જનાવરો માથુ અને પગ ખાઇ ગયેલી હાલતમાં નવજાત બાળકનો મૃતદેહ મળતા કરીયાના સરપચં જગદીશ નથુભાઇ સરવૈયા ખાંટ એ અજાણી ક્રી વિરુધ્ધ નવજાત બાળક ત્યજી દીધાની મતલબની ફરીયાદ ભેંસાણ પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી.