તાજેતરમાં જૂનાગઢ પંથકમાં આવેલા ભૂકપં બાદ હજુ પણ આફટર શોક ચાલુ છે ત્યારે આજે બપોરના સમયે ફરી એક વખત તાલાલા પંથકમાં ૨.૬ની તિવ્રતાનો આફટર શોક આવ્યો હતો. આજે બપોરે ૨.૩૫ વાગ્યે આવેલા આફટર શોકનું તાલાલા પંથકમાં સાસણ ગીરથી ૧૩ કિ.મી. દૂર એપી સેન્ટર મળ્યું છે. તાલાલા પંથકમાં વિવિધ ગામડાઓમાં ભૂકંપને કારણે હજુ પણ ભયના માહોલ વચ્ચે જીવી રહ્યા છે. ખાસ કરીને લાડુડી ગામ સૌથી વધારે અસરગ્રસ્ત થયું છે. ત્યારે આજે ફરી આવેલા આફટર શોકથી લોકો ફરી ભયભીત થયા છે.
અહીં નોંધવું રહયું કે એક તરફ દિવાળીના તહેવારોની ઉજવણી કરી રહયા છે ત્યારે બીજી તરફ ભૂંકપના ભયનીચે જીવી રહયા છે. આવા સમયે તહેવારો બાજુમાં રહયા છે અને લોકો પોતાના પરિવારજનોની સુરક્ષા માટે પ્રયત્નો કરી રહયા છે.