વેરાવળમાં ટંડેલ રાખવાની બાબતે બોટ માલિકો વચ્ચે મારામારી: પાંચ શખસોને ગંભીર ઇજા
વેરાવળની જીઆઇડીસી વિસ્તારમાં ગત તા.૨૨ના રાત્રીના બોટમાં ટંડેલ રાખવાની બાબતે બોટ માલિકો વચ્ચે સર્જાયેલ મારા મારીમાં પાંચને ઇજાઓ સાથે રાજકોટ હોસ્પિટલે ખસેડેલ. યાં ૧૧ શખસો સામે દલિત યુવાનનું અપહરણ કરી જ્ઞાતિ પ્રત્યે હડધૂત કર્યાની તેમજ તલવાર, કુહાડી, લોખંડના પાઇપ વડે માર માર્યાની પોલીસ ફરિયાદ નોંધાતા તપાસ હાથ ધરેલ છે. આ અંગેની વેરાવળ પોલીસમાંથી પ્રા વિગતો મુજબ ગત તા.૨૨ના રાત્રીના ૯ વાગ્યાના સુમારે જીઆઇડીસી વિસ્તારમાં આવેલ હાજીપીરની દરગાહ પાસેના ગોડાઉનમાં સર્જાયેલ મારામારીમાં પાંચ શખસોને ગંભીર ઇજાઓ સાથે રાજકોટ સારવારમાં ખસેડેલ જે પૈકીના કામનાથ સોસાયટીમાં રહેવા ખારવા દિનેશ વેલજી ફોફંડીએ પોલીસ ફરિયાદ નોંધાવી જણાવેલ કે, અમારી ફીશીંગ બોટમાં ગુરૂ માચ્છી નામનો ટંડેલ કામ કરી રહેલ જે મનસુખ મેઘજી વધાવી સહિતનાઓને નહીં ગમતું હોય તેથી દલિત મનસુખભાઇનું અપહરણ કરી હાજીપીરની દરગાહ નજીકના ગોડાઉનમાં ગેરકાયદેસર ગોંધી રાખી જ્ઞાતિ પ્રત્યે હડધૂત અને અપમાનિત કરી ગામ છોડી જવાની ધમકી આપેલ. આ અંગેની બોલાચાલીમાં ખારવા મનસુખ મેઘજી વધાવી, છોટાલાલ મેઘજી વધાવી, છગન મેઘવી વધાવી, હરસુખ છગન વધાવી, કાળા છગન વધાવી, મનસુખનો દીકરો તથા છોટાલાલ મેઘજીનો દીકરો તેમજ છગન મેઘજીના ચાર અજાણ્યા માણસો સહિત ૧૧ શખસોએ તલવાર, કુહાડી, લોખંડના પાઇપ વડે હુમલો કર્યા અંગેની ફરિયાદ નોંધાવતા વધુ તપાસ માંગરોળના ડીવાયએસપી ત્રિવેદીએ હાથ ધરેલ છે. આ મારામારીમાં દિનેશ વેલજી ફોફંડી (ઉ.વ.૩૫), રાકેશ વેલજી ફોફંડી (ઉ.વ.૩૦), ચીમન પ્રેમજી વધાવી (ઉ.વ.૪૨), ડેનીશ વેલજી ફોફંડી (ઉ.વ.૩૦) અને જાદવ મનસુખ બાલુ (ઉ.વ.૨૧)ને ગંભીર ઇજાઓ સાથે પ્રથમ વેરાવળ અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ ખસેડેલ છે. ઝેરી દવા પી લેતાં ગંભીર માળિયા હાટીના તાબાના જુથળ ગામે રહેતો નિરવકુમાર નિરજભાઇ વસાણી (ઉ.વ.૨૫)ના યુવાને કોઇ કારણસર માંકડ મારવાની ઝેરી દવા પી જતાં ગઇકાલે બપોરે ૪–૧૫ કલાકે વેરાવળ હોસ્પિટલે સારવારમાં ખસેડેલ. યાંથી વધુ સારવાર માટે જૂનાગઢ ખસેડેલ છે.
HomeCorporate InfoAdvertise with UsDisclaimerSitemapWebmaster © DHANRAJ NEWS & MEDIA PVT. LTD., Rajkot (Gujarat-India) All Right Reserved.