જૂનાગઢ તાલુકાના બગડુ ગામે પોલીસે દરોડો પાડી પાંચ શખસોને ઝડપી લીધા હતાં.
બગડુ ગામે તાલુકા પોલીસે રેડ કરીને બાબુ નાનજી ચૌહાણ, કીરીટ તુલસીદાસ લોહાણા, મુકેશ વલ્લભ, કીશોર વલ્લભ અને મોહન પટેલને રૂા.૨૮૭૦ની મત્તા સાથે ઝડપી લીધા હતાં.
મારૂતિ કાર સળગી
જૂનાગઢના મોતીબાગ રોડ ઉપર ગઇકાલે સાંજે ચીક્કાર ટ્રાફિક વચ્ચે ગેરેજમાં ગેસ વેલ્ડીંગ દરમિયાન મારૂતિ સળગી જતાં નાસભાગ મચી જવા પામી હતી. જૂનાગઢના મોતીબાગ રોડ ઉપર આવેલ આર.એસ.કાલરીયા પ્રાયમરી શાળા સામે આવેલ એક કેબીનમાં ગેસ વેલ્ડીંગ દરમિયાન મારૂતિમાં આગ લાગતાં ભારે અફડાતફડી મચી ગઇ હતી. શહેરમાં મોટાભાગે મોટર કારો ગેસથી ચાલે છે ત્યારે રસ્તા ઉપર ભડભડ સળગી ઉઠેલી આ કારની ગેસની ટાંકી ફાટે તે પહેલાં જ આગને કાબુમાં લીધી હતી.
પત્નીને છરીનો ઘા ઝીંકયો
જૂનાગઢના ધારાગઢ દરવાજે રહેતી આશા મનસુખ મારવાડીને તેના પતિએ ઘરમાંથી પૈસા લેવાની બાબતે વાળ પકડીને નાક ઉપર છરીનો ઘા ઝીંકી દેતાં લોહીલુહાણ હાલતમાં સિવિલમાં ખસેડાઇ હતી