જૂનાગઢ શહેર પંથકમાં ચીલઝડપ અને લૂંટના બનાવો બાદ હવે તસ્કરો ધોળા દિવસે ધાડ પાડતાં થયા હોય તેમ ગઇકાલે બપોરે ઝાંઝરડા રોડની જીવનધામ સોસાયટીમાં સઘન સંપન્ન પ્રજાપતિ પરિવારની ઘરમાં એકલી રહેલી મહિલાને માર મારી ધાડ પાડયાને ઇરાદે બે અજારયો શખસોએ આતકં મચાવ્યો હતો.
ઝાંઝરડા રોડ જીવનધામ બ્લોક નં.૧ રાજ એપાર્ટમેન્ટ પાછળ રહેતાં નયનાબેન બાબુભાઇ મોહનભાઇ ચુડાસમા કુંભાર (ઉ.વ.૫૦) ગઇકાલે બપોરે ૧૨થી ૧ દરમિયાન ઘરમાં એકલા હતાં ત્યારે ૨૨થી ૨૩ વર્ષના બે યુવકોએ ઘરમાં ઘુસી નયનાબેન પર હુમલો કરી માથુ પકડી ફિલ્મીઢબે દિવાલ સાથે અથહાવી માથુ ફાડી નાખી અર્ધ બેભાન જેવો કરી બન્ને શખસો પલાયન થઇ ગયા હતાં આ અંગે બી ડિવિ.પોલીસે અજાણ્યા તસ્કરો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે