મહાપાલિકામાં આજરોજ મળેલી સ્ટેન્ડીંગ બેઠકમાં કુલ રૂા.૨૫ કરોડ ૫૨ લાખ ૩૧ હજાર ૬૪૧ના કામો મંજૂર કરવામાં આવ્યા હતાં. હાલમાં બજેટનો અભ્યાસ ચાલુ હોય બજેટ અંગેની ત્રણ દરખાસ્તો પેન્ડિંગ રાખવામાં આવી હતી. યારે નિવૃત્ત ચીફ ફાયર ઓફિસર મહેશ્ર્વરીને કોન્ટ્રાકટ બેઇઝ પર યથાવત રાખવાની દરખાસ્ત મ્યુનિસિપલ કમિશનરને પરત મોકલી દેવામાં આવી હોવાનું જાણવા મળે છે.
મંજૂર થયેલી દરખાસ્તોમાં કોર્પેારેટરોની ગ્રાન્ટ વપરાશ માટેની ગાઇડ લાઇન મંજૂર કરાઇ હતી. આ ઉપરાંત માછલીઘરના કોન્ટ્રાકટની મુદત વધારવાની દરખાસ્ત, સ્ટેશનરી પ્રિન્ટીંગનો કોન્ટ્રાકટ, ઇનામ વિતરણનો ખર્ચ રૂા.૩૦ હજાર, વોર્ડ નં.૧૩માં દલિત સ્મશાનમાં કમ્પાઉન્ડ વોલ અને રૂમ બનાવવા રૂા.૪.૫૩,૬૦૦, વોર્ડ નં.૧૨માં રૈયા ગામમાં આવેલા દલિતોના દફનવિધિ સ્મશાન ફરતે કમ્પાઉન્ડ વોલ બનાવવા રૂા.૨૬,૦૧,૩૦૦, વોર્ડ નં.૧૨માં રૈયાગામમાં આવેલ સાર્વજનિક સ્મશાન ગૃહ ફરતે કમ્પાઉન્ડ વોલ બનાવવા રૂા.૨૧,૭૭.૫૦૦, વોર્ડ નં.૫માં મોરબી રોડ પર આવેલ સુચિત સોસાયટીઓમાં લમણ પાર્ક, પંચવટી પાર્ક, શિવમ પાર્ક અને મીરાપાર્કમાં રૂા.૨૧,૪૧,૪૬૪ના ખર્ચે મેટલિંગ કામ, વેસ્ટઝોનના એસ્ટેટ વિભાગના ઓફિસર માટે રૂા.૬ લાખના ખર્ચે નવી જીપ, પ્રાણી સંગ્રહાલયના ઉપયોગ માટે રૂા.૫.૩૭ લાખના ખર્ચે નવું પીકઅપ વાન, વોર્ડ નં.૧૬માં બેડીપરા શ્રમજીવી સોસાયટીમાં આવેલ શાકમાર્કેટમાં રૂા.૩,૩૭,૩૫૫ના ખર્ચે પેવિંગ બ્લોકથી લોરિંગ, પ્રધુમન પાર્કના આંતરિક રસ્તાઓ પર રબ્બર મોલ્ડ
|