Homewww.aajkaaldaily.com
site hit counter
Members : DAVP | INS | IRS
Dhanraj Group :: Aajkaal
Bookmark this SiteEmail Us HomeGujarati Fonts HelpCorporate InfoAdvertise with Us
Latest News
News Section
    ગુજરાત
    રાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીય
    M¡g-S>Ns
    રાજકોટ આવૃતિ
 
  રાજકોટ શહેર
  રાજકોટ જીલ્લો
  સુરેન્દ્રનગર
  જુનાગઢ
  અમરેલી
    અમદાવાદ આવૃતિ
    જામનગર આવૃતિ
    ભાવનગર આવૃતિ
    પોરબંદર આવૃતિ
    ભૂજ-કચ્છ આવૃતિ
 
Archives
 
 
Rajkot Edition All News ૦૪/૦૨/૨૦૧૨ (શનિવાર)
 
નગરસેવકો પર લગામ ! અધિકારીઓ–પદાધિકારીઓને પાવર
     
 
Top of page

રાજકોટ મ્યુનિસિપલ કોર્પેારેશનમાં તાજેતરમાં કમિશનર દ્રારા કોર્પેારેટરો માટે ગાઈડ લાઈન જાહેર કરવામાં આવી હતી. દરમ્યાન તે ગાઈડ લાઈનને આજરોજ મળેલી સ્ટેન્ડીંગ કમીટીની બેઠકમાં મંજૂરી અર્થે દરખાસ્ત સ્વરૂપે મુકાતા કમીટીએ ગાઈડ લાઈનની આ દરખાસ્ત પર 'સર્વાનુમતે' મંજૂરીની મ્હોર મારી દીધી હોવાનું જાણવા મળે છે. ગાઈડ લાઈન મંજુર થઈ જતાં હવે નગરસેવકો પર અમલદારશાહીની 'લગામ' આવી જશે. બીજી બાજુ અધિકારીઓ અને પદાધિકારીઓને વધુ 'પાવર' મળશે. ગાઈડ લાઈન અમલી બનતાની સાથે જ ચૂંટાયેલા પ્રતિનિધિઓની સત્તા પર તરાપ લાગશે તે નિિત હતું છતાં દરખાસ્ત મંજૂર કરી દેવામાં આવતા શાસક પક્ષ ભાજપ અને વિરોધ પક્ષ કોંગ્રેસના નગરસેવકોમાં ભારે નારાજગી ફેલાઈ ગઈ છે.
મ્યુનિસિપલ કમિશનરે તૈયાર કરેલી અને સ્ટેન્ડીંગ કમીટીએ આજે સર્વાનુમતે મંજૂર કરેલી નગરસેવકો માટેની ગાઈડ લાઈન નીચે મુજબ છે. (૧) કામો માટેનું સુચન મંજુરીને પાત્ર તેમજ નિયમાનુસારનું હોવું જોઈશે. સુચવેલ કામો તાંત્રિક તેમજ વહિવટી દ્રષ્ટ્રીએ યોગ્ય છે તેની યોગ્ય ચકાસણી બાદ ખર્ચની મંજૂરી અંગે કમિશનરનો નિર્ણય આખરી ગણાશે.
(૨) કોર્પેારેટરની બજેટ જોગવાઈ અંતર્ગત ખર્ચની મયાદા કોર્પેારેટરની બજેટ જોગવાઈ જેટલી રહેશે.
(૩) એક કોર્પેારેટર એક કે વધુ પરંતુ બજેટ મર્યાદા મુજબ બજેટ જોગવાઈની મર્યાદામાં કામો સુચવી શકશે.
(૪) કોર્પેારેટર પોતાના વોર્ડ સિવાયના કામો સુચવી શકશે નહીં અને આ શરત મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન અને વિરોધ પક્ષના નેતા લાગુ પડશે નહીં.
(૫) કોર્પેારેટરની બજેટ જોગવાઈ અંતર્ગત મહાપાલિકાની હદમાંજ કામ સુચવવાનું રહેશે.
(૬) કામની રકમ બજેટ જોગવાઈમાં દર્શાવેલ વોર્ડના કોર્પેારેટરની બજેટ જોગવાઈ મર્યાદાથી વધુ થવા સંભવ હોય તો તે કામ માટે તે જ વોર્ડના ૧ થી વધુ કોર્પેારેટર સંયુકત રીતે કામ સુચવી શકશે.
(૭) સંસદસભ્ય, ધારાસભ્યની ગ્રાન્ટમાં કોર્પેારેટરની ગ્રાન્ટ ઉમેરી બજેટ જોગવાઈ ઉમેરી વધારાનું કામ સુચવી શકાશે પરંતુ આવા કામો મહાપાલિકાની નીતિને સુસંગત હોવા જોઈએ. આ ઉપરાંત મનોરંજન ગ્રાન્ટ કે અન્ય સરકારી ગ્રાન્ટના કામોમાં કોર્પેારેટરની બજેટ જોગવાઈ ઉમેરી વધારાનું કામ સુચવી શકાશે નહીં.
(૮) કલમ ૨૦૫ હેઠળ હાથ ધરવામાં આવનાર કામો માટે સંપૂર્ણ કે તેના ભાગની રકમ તરીકે કોર્પેારેટરની બજેટ જોગવાઈનો ઉપયોગ કરી શકાશે નહીં.
(૯) કોર્પેારેટરની બજેટ જોગવાઈનો ઉપયોગ બીન સરકારી સંસ્થા, ટ્રસ્ટ તેમજ મંદિર, મસ્જીદ, ચર્ચ અને ગુરૂદ્રારા જેવી ધાર્મીક મિલ્કતોમાં કરી શકાશે પરંતુ આવી જગ્યા લોકોના ઉપયોગ માટે ખુલ્લી હોવી જોઈશે. સરકારી જમીનમાં દબાણ કરી બનાવેલી ધાર્મીક મિલ્કતોમાં ગ્રાન્ટનો વપરાશ કરી શકાશે નહીં.
(૧૦) કોર્પેારેટરની બજેટ જોગવાઈનો ઉપયોગ સંભાળેલ, મંજૂર થયેલ લેઆઉટ અંતર્ગત રહેણાંક વિસ્તારમાં સમાવિષ્ટ્ર આંતરીક રસ્તાશેરીઓમાં જેનો ઉપયોગ જાહેર હેતુ માટે થતો હોય તેવા વિસ્તારમાં તેમજ એક કરતા વધુ મકાન માલિકો પોતાના મકાનમાં આવવા જવા માટે તથા તે શેરીમાં રહેતા આસામીઓ દ્રારા સંયુકત રીતે હલાણ તરીકે ઉપયોગ કરાતો હોય તેવી બધં શેરીમાં પાઈપ લાઈન, પેવીંગ લાદી, મેટલીંગ, સીસી તથા પેવીંગ બ્લોકનું ફલોરીંગ જેવા કામો પોતાની ગ્રાન્ટમાંથી કરી શકશે.
(૧૧) ખાનગી કે એકમની માલીકીની જમીન તથા મિલ્કતોમાં કોર્પેારેટરની બજેટ જોગવાઈ અન્વયે કોઈપણ પ્રકારના કામો જેવા કે કેપીટલ તેમજ રેવન્યુના કામ હાથ પર લઈ શકાશે નહીં. કોર્પેા.ને સોંપેલ ટ્રસ્ટ (સંચાલન માટે)ને મુકિત આપવાની રહે છે. સુચીત સોસાયટી વિસ્તારમાં જયાં રાજકોટ મહાનગરપાલિકા બજેટમાંથી કામો કરવાની તથા સ્ટે.ક.ઠ.નં.૧૬૯ તા.૧૮૦૬૨૦૧૦ મુજબ જોગવાઈ કરી છે તેવા કામોમાં વાપરી શકાશે.
(૧૨) કોર્પેારેટરની બજેટ જોગવાઈ અંતર્ગત પ્રજાકીય કામોનું સુચન કરી શકાશે. જેમાં રસ્તાઓ, શેરીઓના નામકરણની તકતીઓ મુકવી, દિશાસુચનના બોર્ડ મુકી શકાશે. પરંતુ પ્રવેશદ્રાર, દરવાજા, કમાનો વિગેરે કામો મુકી શકાશે નહીં. કોર્પેારેટરની બજેટ જોગવાઈમાં મુકવામાં આવેલ. નામકરણની તકતીમાં ૫ વર્ષ પહેલા ફેરફાર કરી શકાશે નહીં. નામકરણની તકતીમાં માત્ર લખાણ જ કરવાનું રહેશે તથા તેની માપસાઈઝ કાયદા–નિયમ મુજબ અને નિયત કરાયેલી સાઈઝના ફોન્ટમાં રાખવાની રહેશે.
(૧૩) જાહેર રસ્તા પર બગીચા વગેરે જગ્યા પર ટ્રી ગાર્ડસ તેમજ બગીચાને લગતા કામો જેવાકે બાંકડા અથવા બેંચ, વધારાની લાઈટની સુવિધા સભ્યના બજેટમાંથી કરી શકાશે તેમજ જો આવા મુકવામાં આવેલ બાકડા ભવિષ્યમાં કોઈપણ કારણોસર નડતરરૂપ થશે તો તે દૂર કરી શકાશે.
(૧૪) કોર્પેારેશનની શાળાઓમાં કોર્પેારેટરની ગ્રાન્ટમાંથી ઉપકરણો મુકી શકાશે.
(૧૫) કોર્પેારેટરે જે તે વર્ષની ગ્રાન્ટ જે તે વર્ષમાં જ વાપરી નાખવાની રહેશે. આગલા વર્ષમાં તે જમા થશે નહીં.
(૧૬) ગ્રાન્ટમાંથી વ્યકિતગત કામો થઈ શકશે નહીં.
(૧૭) ગ્રાન્ટમાંથી કાયદાકીય વિવાદોવાળા કામો થઈ શકશે નહીં.
(૧૮) કોર્પેારેટરે સુચવેલા કામ મંજૂર થયા બાદ રદ કરી શકાશે નહીં.
(૧૯) કોર્પેારેટરોએ ટ્રી ગાર્ડ માટેના સુચનો તેમજ ગ્રાન્ટમાંથી કરવાના કામો તા.૩૧ ઓકટોબર પહેલા સુચવી દેવાના રહેશે.
(૨૦) સુચવેલા કામોનો અગ્રતા ક્રમ કોર્પેારેટર આપી શકશે.
ઉપરોકત મુજબની ગાઈડ લાઈન મંજુર થતાની સાથે નગરસેવકોની ગ્રાન્ટના વપરાશ પર લગામ આવી જશે. જયારે મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડીંગ ચેરમેન અને વિપક્ષી નેતા સહીતના પદાધિકારીઓને ઉપરોકત પૈકીની ઘણી બાબતો લાગુ પડતી ન હોય એકંદરે કહી શકાય કે કમીશ્નરથી ગાઈડ લાઈનથી સામાન્ય નગરસેવક પર લગામ આવશે અને અધિકારીઓ તેમજ પદાધિકારીઓના પાવરમાં વધારો થશે.

કોંગ્રેસના સભ્યોએ વિરોધ કરવાના બદલે
તમામ દરખાસ્તોને ટેકો આપ્યો !
મહાપાલિકામાં આજરોજ મળેલી સ્ટેન્ડીંગ કમીટીની બેઠકમાં કોર્પેારેટરો માટે ગાઈડ લાઈન સહીતની તમામ દરખાસ્તોમાં કોંગ્રેસના સભ્યો અતુલ રાજાણી અને શરદ તલસાણીયાએ ટેકો આપતાં તમામ દરખાસ્તો અંગેના નિર્ણય 'સર્વાનુમતે' થઈ ગયા હતા !



fpS>L$p¡V Æëgp_p AÞe kdpQpfp¡
 

પ્રધુમન પાર્ક ઝૂની સિંહણ 'હિર'ના ઘરે પારણું બંધાયુ: હૈદરાબાદના સિંહ સાથે મેટીંગથી ત્રણ બચ્ચાને જન્મ આપ્યો

ચીફ ફાયર ઓફિસર મહેશ્ર્વરીને કોન્ટ્રાકટ બેઇઝ પર યથાવત રાખવાની દરખાસ્ત પરત મોકલાઇ: સ્ટેન્ડિંગમાં ૨૫૫૨ કરોડના કામો મંજૂર

નગરસેવકો પર લગામ ! અધિકારીઓ–પદાધિકારીઓને પાવર

પેલેસ રોડ પરના કિંમતી મકાનના કબજાના પ્રશ્ને બે મોટા માથા વચ્ચે બઘડાટી: પોલીસ બોલાવવી પડી

રાજ્યભરની માધ્યમિક શાળાઓની લાઈબ્રેરી માટે કરોડો રૂપિયાના ખર્ચે ઢગલાબંધ પુસ્તકોની ખરીદી

  મવડીની સૂચિત સોસાયટીમાં ડિમોલિશન: મહાપાલિકાનો કાફલો ત્રાટકતા ટોળાં ઉમટયા

સસ્તા અનાજના વેપારીઓમાં ભાગલા: હડતાળ બાદ પણ ધૂંધવાટ યથાવત

  સૌ.યુનિ. સેનેટની ચૂંટણી: શિક્ષકોની મતદાર યાદીમાં ૩૭૮૪માંથી ૧૬૯૧ ફોર્મ રદ
  પાસ મેળવવા હવે લાઈન નહીં લાગે ! રાજકોટ એસ.ટી.ડિવિઝન દ્રારા વિધાર્થીઓ–મુસાફરો માટે ઓનલાઈન પાસ સેવાનો પ્રારંભ
  રાજકોટની આંગડિયા પેઢીના કર્મચારીઓ વેરાવળમાં લૂંટાયા: સોનાના દાગીના ભરેલા થેલાની લૂંટ
  રૂા.૨૩.૧૯ કરોડમાં ડામર કોન્ટ્રાકટ મંજૂર કરતી સ્ટેન્ડિંગ કમિટી

થોરાળાની કરોડોની જમીનના કૌભાંડમાં વધુ બે શખસોની ધરપકડ

  હનુમાન મઢી ચોકની કપાતના અસરગ્રસ્તોને પોશ વિસ્તાર સાધુ વાસવાણી રોડ પર વૈકલ્પિક જમીન આપવાનું મંજૂર
  પારસ સોસાયટીના જમીન કૌભાંડમાં એડવોકેટ ઉર્મિલ મણીયારની ધરપકડ
  સ્ટાર ચેમ્બરમાં અમૃત સિકયોરિટીમાં આવકવેરાના દરોડા: રૂા.૩.૫૮ કરોડનું ડિસ્કલોઝર
  કોઠારીયા રોડ પર સહકાર સોસાયટીમાં કડીયા યુવતીનો ગળેફાંસો ખાઈ આપઘાત
fpS>L$p¡V$ Aph©rsil¡fÆëgp¡kyf¡ÞÖ_NfS|_pNYAdf¡guAÞe
h^y kdpQpfp¡
 

HomeCorporate InfoAdvertise with UsDisclaimerSitemapWebmaster
© DHANRAJ NEWS & MEDIA PVT. LTD., Rajkot (Gujarat-India) All Right Reserved.