રાજકોટ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (રૂડા) કચેરીના ઈન્ચાર્જ ચેરમેન તરીકે ચાર્જ સંભાળ્યાના ૨૨ મહિનામાં અજય ભાદૂએ અનેક ક્રાંતિકારી નિર્ણયો લઇને રૂડાની કાયાપલટ કરવાનું શરૂ કરી દીધું છે. ખાસ કરીને રાજકોટની ભાગોળે આવેલા રૂડા વિસ્તારના ગામોમાં નળ, ગટર, લાઇટ, સફાઇ, પાણી અને રોડ–રસ્તા સહિતની પ્રાથમિક સુવિધાઓ આપવા અંગે વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે. ગામથી હાઇવેને જોડતા એપ્રોચ રોડ સહિતના રસ્તાઓ પર મેટલિંગ કામ સહિતના કામો પૂર્ણ થયા છે. રૂડાના ઈન્ચાર્જ ચેરમેન અજય ભાદૂએ રૂડા કચેરીના કાર્યક્ષેત્રનું વિસ્તારની દ્રષ્ટ્રિએ વહીવટી વિભાજન કરી ચાર ઝોનનું નિર્માણ કયુ છે અને આ ઝોનમાં મહાપાલિકાની જેમ જ રસ્તા કામના ઝોનલ કોન્ટ્રાકટ આપવામાં આવી રહ્યા છે. ઓકટોબર–૨૦૧૨થી માર્ચ–૨૦૧૨ સુધીના ૬ માસમાં રૂા.૩ કરોડ ૭૨ લાખના ખર્ચે મેટલિંગ કામો પૂર્ણ થયા છે.
વધુમાં રૂડા કચેરીના સૂત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ ઓકટોબરથી માર્ચ સુધીના ૬ માસમાં નીચે મુજબના ઝોનમાં ટુ લેયર મેટલિંગ કામો કરવામાં આવ્યા છે. ઇસ્ટ ઝોનમાં (૧) ખેરડી મેઇન રોડથી વાલજી મોહનના ઘર સુધીનો પંચાયતનો રોડ (૨) ખેરડી ગામનો સ્મશાન તરફનો રસ્તો (૩) નેશનલ હાઇવેથી અમુલ ઈન્ડસ્ટ્રીઝ સુધીનો ડીપી રોડ વગેરે પર ટુ લેયર મેટલિંગ કરાયું છે.
સૂત્રોએ ઉમેયુ હતું કે, નોર્થ ઝોનમાં (૪) જામનગર મેઇન રોડથી ભોલેનાથ પાર્ક સોસાયટી રોડ (૫) ઇશ્ર્વરીયા પાર્ક સોસાયટી રોડ (૬) જામનગર રોડથી કૃષ્ણનગર સોસાયટી (૭) માધાપર વિલેજથી શિવરંજની સોસાયટી સુધી (૮) જામનગર રોડથી ગાંધી સોસાયટી (૯) માધાપર સોસાયટી રોડ (૧૦) ઇશ્ર્વરીયા મહાદેવ મંદિર અને બાયપાસ (જામનગર રોડથી મોરબી રોડ પાર્ટ–૧) વગેરે રસ્તા પર ટુ લેયર મેટલિંગ કરવામાં આવ્યા હતા.
યારે સાઉથ ઝોનમાં (૧૧) કોઠારીયા ખાતે હરીઓમ મકાનવાળી આડી શેરીથી ૧૨ મીટરનો ટીપી રોડ (૧૨) બોલબાલા ટ્રસ્ટના રસોડાથી એચ.એન.ગુરૂદેવચરણ એબીસી કોલ્ડ્રીંકસવાળો ૧૨ મીટરનો ટીપી રોડ (૧૩) તાપસી હોટેલવાળો સર્વે નં.૧૨૫ (ટીપી લે–આઉટ રોડ) ઓમ તિરૂપતિ બાલાજી સોસાયટીનો રસ્તો (૧૪) સત્યપ્રકાશ વિધાપીઠથી નેશનલ હાઇવે વાયા રાંદલ કોલ્ડ્રીંકસ સુધીનો રસ્તો (૧૫) અમરનાથ પાર્ક મેઇન રોડ (લિજત પાપડ સામે, ૧૨ મીટરનો ટીપી રોડ કોઠારીયા) (૧૬) ૧૫૦ ફટ રિંગ રોડથી નેશનલ હાઇવે વાયા ક્રિમીશા ફેકટરી, ફાલ્કન સબમર્શીબલ પમ્પ, પૂનમ ડમ્પર સુધીનો રસ્તો (પાર્ટ–૧,૨,૩) (૧૯) કોઠારીયા રેલવે સ્ટેશનથી નારાયણનગર સુધીનો રસ્તા પર મેટલિંગનું કામ પૂર્ણ થઇ ગયું છે.
વધુમાં રૂડા કચેરીના સૂત્રોએ જણાવ્યું હતું કે, વેસ્ટ ઝોન વિસ્તારમાં (૨૦) કાલાવડ રોડથી માસૂમ સ્કૂલ સુધીનો રસ્તો (૨૧) હયાત બીટુમીન રોડથી માલકોસ રેસીડેન્સી (ટીપી–૧૦ મોટામવા) (૨૨) રૂદ્રાક્ષ રેસીડેન્સીથી સફલ રેસીડેન્સી સુધીનો રસ્તો (ટીપી–૧૦ મોટામવા) (૨૩) કાલાવડ રોડથી શાંતિનિકેતન થઇને ફિલ્ડમાર્શલ સુધીનો રસ્તો (૨૪) જામનગર રોડથી માધાપર ગામ (પાર્ટ–એ) (૨૬) સૈનિક સોસાયટી ઈન્ટરનલ રોડ (૨૭) વિનાયક વાટિકા સોસાયટી ઈન્ટરનલ રોડ (૨૮) પાંડુરગં શાક્રી આશ્રમથી કણકોટ (૨૯) જામનગર રોડથી વિનાયક વાટિકા સોસાયટી મેઇન રોડ (૩૦) કાલાવડ રોડ પર કોસ્મોપ્લેકસથી મેટોડા સુધી સેન્ટ્રલ ડિવાઇડર અને એલઇડી લાઇટ (પાર્ટ–૧ અને ૨) (૩૩) કાલાવડ રોડથી ગેલેકસીવાળો રસ્તો (પાર્ટ–એ) (૩૪) કાલાવડ રોડથી ગેલેકસીવાળો રસ્તો (પાર્ટ–બી) (૩૫) કણકોટથી ન્યારી ડેમના રસ્તાને જોડતો રસ્તો (પાર્ટ–એ) (૩૬) કણકોટથી ન્યારી ડેમના રસ્તાને જોડતો રસ્તો (પાર્ટ–બી) તેમજ (૩૭) માસૂમ સ્કૂલથી ૧૮ મીટર સુધીનો ટીપી રોડ સહિતના રસ્તાઓ પર મેટલિંગના કામો પૂર્ણ થઇ ગયા છે.
રૂડાના સૂત્રોએ જણાવ્યું હતું કે, હાલમાં લોકસભા અને પેટાચૂંટણીની આચારસંહિતા અમલી છે જે પૂર્ણ થતાંની સાથે ટૂંકસમયમાં નવા કામો હાથ ધરવામાં આવશે.