રાજકોટ મ્યુનિસિપલ કોર્પેારેશન દ્રારા શહેરના સામાકાંઠે પેડક રોડ પર કરોડો રૂપિયાના ખર્ચે અતિ આધુનિક ઓડિટોરીયમ અને કોમ્યુનીટી હોલનું નિર્માણ કરવામાં આવનાર છે. દરમિયાન તાજેતરમાં આ પ્રોજેકટની ડિઝાઇન ફાઇનલ કરવામાં આવ્યું હોવાનું સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જૈમનભાઇ ઉપાધ્યાયે જણાવ્યું હતું.
વિશેષમાં સ્ટેન્ડિંગ ચેરમેન ડો.જૈમન ઉપાધ્યાય તથા ઇજનેરી વર્તુળોએ વિગતો આપતાં જણાવ્યું હતું કે, પેડક રોડ પર ટીપી સ્કીમ નં.૮ના અંતિમ ખડં નં.૧૮૬ (૮૦ ફટ–૫૦ ફટ રોડની કોર્નર પર રત્નદીપ સોસાયટી પાસે)માં રૂા.૮.૫૦ કરોડના ખર્ચે ઓડિટોરીયમ અને ૧.૨૧ કરોડના ખર્ચે કોમ્યુનીટી હોલ બનાવવામાં આવશે. ઓડિટોરીયમમાં લોઅર લેવલ અને ગ્રાઉન્ડ લોર લેવલ રાખવામાં આવશે જેમાં લોઅર લેવલના ઓડિટોરીયમની ક્ષમતા ૨૫૦ સીટ અને અપર લેવલ (ગ્રાઉન્ડ લોર)ના ઓડિટોરિયમની ક્ષમતા ૭૫૦ સીટની રહેશે. તેમણે ઉમેયુ હતું કે, ગ્રાઉન્ડ લોર ઓડિટોરીયમના સ્ટેજની પહોળાઇ ૨૦ મીટર, હોલની સાઇઝ ૨૪ મીટરની પહોળાઇ અને ૩૬ મીટરની લંબાઇ સાથેની રહેશે. યારે હોલનું ક્ષેત્રફળ ૮૬૪ ચોરસ મીટર રહેશે અને એરકંડીશન હોલમાં ૭૫૦ની સીટિંગ કેપેસીટી રહેશે. આ ઉપરાંત ગ્રાઉન્ડ લોર પર ૯૦ ચોરસમીટરમાં ફડ સ્ટોલ તેમજ બુકિંગ ઓફિસ, પબ્લીક ટોઇલેટ, પાકિગ, બેક સ્ટેજ ફેસેલિટી, જનરેટર રૂમ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ રહેશે. યારે કોમ્યુનીટી હોલનું ક્ષેત્રફળ ૪૬૦ ચોરસ મીટર રહેશે અને હોલની કેપેસિટી ૪૫૦ વ્યકિતની રહેશે. કોમ્યુનીટી હોલમાં સાથે જ પાકિગની વ્યવસ્થા રાખવામાં આવી છે યારે ઓડિટેરીયમમાં બાજુના પ્લોટમાં પાકિગ ઝોન રાખવામાં આવશે. બાજુનો પ્લોટ ટીપી સ્કીમ હેઠળ પાકિગના રિઝર્વેશન માટેનો પ્લોટ છે. આગામી ૬ માસમાં ઉપરોકત પ્રોજેકટ અંગેની ટેન્ડર પ્રક્રિયા થશે અને ત્યારબાદ ૧૮ મહિને પ્રોજેકટ સાકાર થશે. અંદાજે અઢી વર્ષમાં શહેરના સામાકાંઠા વિસ્તારને અધતન ઓડિટોરીયમ અને કોમ્યુનીટી હોલની ભેટ મળશે.
|