Homewww.aajkaaldaily.com
site hit counter
Members : DAVP | INS | IRS
Dhanraj Group :: Aajkaal
Bookmark this SiteEmail Us HomeGujarati Fonts HelpCorporate InfoAdvertise with Us
Latest News
News Section
    ગુજરાત
    રાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીય
    M¡g-S>Ns
    રાજકોટ આવૃતિ
 
  રાજકોટ શહેર
  રાજકોટ જીલ્લો
  સુરેન્દ્રનગર
  જુનાગઢ
  અમરેલી
    અમદાવાદ આવૃતિ
    જામનગર આવૃતિ
    ભાવનગર આવૃતિ
    પોરબંદર આવૃતિ
    ભૂજ-કચ્છ આવૃતિ
 
Archives
 
 
Rajkot Edition All News ૧૮/૦૫/૨૦૧૩ (શનિવાર)

 

જયપાલસિંહ હત્યા પ્રકરણમાં રાજભાની જામીન અરજી: સોમવારે સુનાવણી

     
 
 
Top of page

રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં ભારે ચકચારી જયપાલસિંહ કિશોરસિંહ ઝાલાની હત્યા કરીને મૃતદેહ રેલવે લાઈન ઉપર ફેકી દેવાના ગુનામાં ઝડપાયેલા રાજભા સતુભા જાડેજાના બીજી વખતના રિમાન્ડ નામંજૂર થતા તેણે જામીન અરજી કરતા સેશન્સ કોર્ટે તા.20મીએ સુનાવણી રાખી છે.
પ્રાપ્ત વિગતો મુજબ ગત તા.8મીએ રાજકોટના માધાપર પાસેના ઈશ્ર્વરીયા રેલવે ફાટક પાસે રેલવે લાઈન ઉપરથી રાજકોટ એજી સોસાયટીમાં રહેતા જયપાલસિંહ કિશોરસિંહ ઝાલાની લાશ લોહી લોહાણ હાલતમાં મળી આવ્યાના કિસ્સામાં પોલીસની તપાસમાં અને પીએમ રિપોર્ટમાં જયપાલસિંહ ઝાલાની હત્યા થયાનું ખુલ્યું હતું અને તે મુજબ હાથ ધરાયેલી તપાસમાં પડધરી તાલુકાના નારણકા ગામની કિંમતી જમીન સંબંધે સૌરાષ્ટ્ર યુનિ.ના સેનેટર અને માથાભારે રાજભા સતુભા જાડેજા અને તેના એક સમયના સાથીદાર ગણાતા જયપાલસિંહ કિશોરસિંહ ઝાલા વચ્ચે ગંભીર વિવાદ ચાલતો હોવા ઉપરાંત આ બાબતે બન્ને વચ્ચે સામસામી નોટીસો પણ પ્રસિધ્ધ કરાઈ હતી આ ઉપરાંત ફરિયાદી મૃતક જયપાલસિંહના પિતા કિશોરસિંહે પણ નોંધાવેલી ફરિયાદમાં પુત્ર જયપાલસિંહનું 7મીએ સોમવારે રાજભાએ અપહરણ કયર્નિી અને પુત્રની હત્યા કયર્નિી ફરિયાદ નોંધાવી હતી.
જેના આધારે પોલીસે રાજભા સતુભાની ધરપકડ કરી અદાલતમાં રજુ કરીને પાંચ દિવસના રિમાન્ડ મેળવ્યા હતાં. પાંચ દિવસની રિમાન્ડ દરમિયાન ગુનાશોધક શાખા રાજભા પાસેથી કોઈ ગુનાના કામમાં કોઈ ઉપયોગી માહિતી કઢાવી શકી ન હતી. રાજભા પણ પોતે નિર્દોષ હોવાનું કહ્યું હતું. રિમાન્ડ પુરી થતાં પોલીસે ફરી વખત અદાલતમાં રજૂ કરી ફરી વખત રિમાન્ડ ઉપર લેવાની અરજી કરી હતી પરંતુ પ્રથમ વખત દશર્વિેલા કારણો સબબની જ બીજી વખત અરજી અદાલતે નામંજૂર કરી રાજભાને જેલ હવાલે કરવા હકમ કર્યો હતો.
દરમિયાન પોલીસ દ્વારા રાજભાના લાઈડિટેકટર ટેસ્ટ કરવા માટે માગેલી પરવાનગી અદાલતે મંજૂર રાખી હતી તેથી પોલીસે ગાંધીનગર એફએસએલમાં આ અંગે તારીખ માગી છે ત્યારે જેલ હવાલે રહેલા રાજભાએ જામીન ઉપર છૂટવા કરેલી અરજી આજે સેશન્સ કોર્ટે દાખલ કરી હતી જેમાં અધિક સેશન્સ જજ એ.એ.શેખે આ મુદ્દે તા.20ને સોમવારે સુનાવણી મુકરર કરી છે. આ કામમાં આરોપી તરફથી એડવોકેટ પીયુષ શાહ, અશ્ર્વિન ગોસાઈ, નિતેશ કથીરીયા, નિવીદ પારેખ રોકાયા છે.

fpS>L$p¡V Æëgp_p AÞe kdpQpfp¡
 

 

fpS>L$p¡V$ Aph©rsil¡fÆëgp¡kyf¡ÞÖ_NfS|_pNYAdf¡guAÞe
h^y kdpQpfp¡
 

HomeCorporate InfoAdvertise with UsDisclaimerSitemapWebmaster
© DHANRAJ NEWS & MEDIA PVT. LTD., Rajkot (Gujarat-India) All Right Reserved.