રૈયા રોડ પરના હનુમાન મઢી ચોકમાં રસ્તો પહોળો કરવા માટે મહાપાલિકા દ્રારા કપાત લાગુ કરવામાં આવી હોય કપાતના અસરગ્રસ્તોને સાધુવાસવાણી રોડ પર વૈકલ્પીક જમીન આપવાનું આજરોજ સ્ટેન્ડિંગ કમિટી દ્રારા મંજૂર કરવામાં આવ્યું હતું. ચેરમેનના જણાવ્યા મુજબ, હનુમાન મઢી ચોક કપાતના અસરગ્રસ્તોને રૈયા ટીપી સ્કીમ નં.૪ આખરીના અંતિમ ખડં નં.૫૧૦માં જમીનની ફાળવણી કરવામાં આવી છે. વોર્ડ નં.૧૨માં આવેલા પોશ વિસ્તાર સાધુ વાસવાણી રોડ પર જમીન અપાઇ છે જેમાં ધરમશી કુરજી વૈષ્નાણીને ૭.૨૦ મીટર જમીન, ધરમશી કુરજી વૈષ્નાણી તથા મનસુખ કુરજી વૈષ્નાણીને ૯.૨૦ મીટર જમીન, કનૈયા દાસ આર.ને ૯.૨૦ મીટર જમીન, કંચનબેન જેન્તીભાઇ સાંગાણીને ૧૨.૩૬ મીટર જમીન અને સુરેશ તુલસીદાસ પટેલને ૧૩.૦૪ મીટર જમીન વૈકલ્પિક જમીન પેટે સાધુ વાસવાણી રોડ પર આપવામાં આવી છે.