માલવીયાનગર પોલીસ લોકઅપમાં રહેલા વાહનચોર શખસે લોકઅપમાં જ ગળેફાંસો ખાઇ આપઘાતનો પ્રયાસ કરતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ બનાવ અંગે માલવીયાનગર પોલીસે જરી કાર્યવાહી કરી છે. મૂળ કોટડાસાંગાણીના માણેકવાડાનો વતની આ શખસ રાજકોટમાં વાહનચોરી કરતાં પોલીસના હાથે ઝડપાયો હતો જેની પૂછપરછ ચાલુ હતી.
મળતી વિગતો મુજબ શહેરના લક્ષ્મીના ઢોળા ખાતે રહેતા મુળ કોટડાસાંગાણીના માણેકવાડાના વતની આશિષ અમૃત ચૌહાણ (ઉ.વ.19) નામના શખસે આજે બપોરે માલવીયાનગર પોલીસ લોકઅપમાં ગળેફાંસો ખાઇ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આ અંગેની જાણ ફરજ પરના પોલીસ સ્ટાફને થતાં તાત્કાલિક આશિષને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.
પ્રાથમિક તપાસમાં જાણવા મળતી વિગતો મુજબ આશિષ પાસેથી ચોરાઉ વાહન સાથે તેની પોલીસે અટકાયત કરી હતી. આજે બપોરે તેને પીસીઆર વાનના ફરજ પરના પોલીસ સ્ટેશને લાવ્યા હતા જેની પ્રાથમિક પૂછપરછ કરવામાં આવી હતી અને તેને લોકઅપમાં રાખવામાં આવ્યો હતો ત્યારે બપોરે તેણે તેની પાસે રાખેલા માલ વડે ગળેફાંસો ખાઇ આપઘાતનો પ્રયાસ કર્યો હતો.
બનાવની જાણ થતાં મહિલા પીએસઆઇ શેરગીલ સહિતનો સ્ટાફ હોસ્પિટલે દોડી ગયો હતો. મુળ કોટડાસાંગાણીના માણેકવાડાના વતની અને હાલ લક્ષ્મીના ઢોરા ખાતે રહેતા આશિષ ચૌહાણે કેટલા વાહન ચોયર્િ છે તે અંગે હજુ સુધી પૂછપરછ પણ બાકી હતી. પોલીસ ચોપડે તેની અટકાયત પણ કરવામાં આવી ન હતી તે પૂર્વે તેણે આપઘાતનો પ્રયાસ કરતાં પોલીસની દોડધામ મચી ગઇ હતી.