બી.એચ. ગારડી કોલેજ આયોજીત ઈમેકયુલેટ–૨૦૧૨માં રાયભરમાંથી ૩૦૦ પ્રોજેકટ વિધાર્થીઓએ રજુ કર્યા હતા. રાજકોટ, બરોડા, સુરત તથા વલ્લભવિધાનગરની એન્જીનીયરીંગ કોલેજના વિધાર્થીઓએ વિવિધ રોબોઝનમાં મોડેલ મુકયા હતા. જેમાંથી દેશનાં ૭૦ જેટલા નિષ્ણાતં જજ સીલેકશન કરશે તેમ આજે યોજાયેલ પત્રકાર પરિષદમાં કોલેજના ડી.વી. મહેતા તથા ટીમે જણાવ્યું હતું.
સંસ્થાના વિધાર્થીઓએ યુનિવર્સિટીની પરીક્ષામાં ખૂબજ સારૂં પરિણામ મેળવેલ છે જેમકે એમસીએ સેમેસ્ટર–૫ની પરીક્ષામાં સંસ્થાને સમગ્ર ગુજરાતમાં પ્રથમ સ્થાન મળેલ છે. વિધાર્થીઓને લેટેસ્ટ નોલેજ આપવા માટે તથા અભ્યાસક્રમ અને ઔધોગીક વૃધ્ધી વચ્ચેના ગેપને પુરવા વિવિધ શ્રેતા પામેલ તજજ્ઞો તેમજ ઉધોગકર્મીઓને એકસપર્ટ ટોક આપવા માટે નિમંત્રીએ છીએ. આ ઉપરાંત ઈન્ડસ્ટ્રીયલ ટૂર્સ ઈન્ડસ્ટ્રીયલ ટ્રેનીંગનું આયોજન, સોફટ સ્કીલ ડેવલપમેન્ટ, કોમ્યુનીકેશન સ્કીલ ડેવલપમેન્ટ તથા ટેકનોલોજીકલ જ્ઞાનને વધારવાના હેતુથી કેમ્પસ પર તથા વિવિધ ઈન્ડસ્ટ્રીઝ ખાતે સંસ્થા દ્રારા કરવામાં આવે છે. સંસ્થા દ્રારા પ્રતિીત એવી રોબોકોન ઈવેન્ટમાં ભાગ લેવા માટે વિધાર્થીઓને પ્રોત્સાહીત કરવામાં આવેલ છે. બી.એચ. ગારડી કોલેજ એ રોબોકોનના ઈતિહાસમાં ભાગ લેનાર સૌરાષ્ટ્ર્ર વિસ્તારની કોલેજોમાંથી પ્રથમ કોલેજ છે.
ઈમેકયુલેટ–૧૨નું આયોજન બી.એચ. ગારડી કોલેજ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી દ્રારા રાજયની બધીજ પ્રોફેશનલ કોર્સીસની કોલેજોનાં વિધાર્થીઓને એક સાથે એક મચં પર ભેગા થઈ શકે, જ્ઞાન અને વિચારોની આપ–લે કરી શકે અને એક બીજા સાથે હકારાત્મક સ્પર્ધા કરી શકે તે માટે કરવામાં આવે છે. ઈમેકયુલેટ–૧૨ દ્રારા એક ટેકનોલોજીકલ વાતાવરણ ઉભું કરવામાં આવે છે. જેના દ્રારા સમાજ માટે ઉપયોગી સંશોધનો માટે વિધાર્થીઓને પ્રોત્સાહન મળી રહે છે.
જેમાં વાયરલેસ સેન્સર નેટવર્ક, મોબાઈલ કોમ્પ્યુટીંગ એન્ડ કોમ્પ્યુટર નેટવર્ક, સોફટ કોમ્પયુટીંગ ટેકનીકલ, ઓ.એસ. એન્ડ પેરેલલ ડિસ્ટ્રીકટ કોમ્પયુટીંગ હાઈ પરફોર્મેન્સ કોમ્પયુટીંગ, નેટવકગ, એડવાન્સ વાયરલેસ નેટવર્કસ, એકઝીટીંગ ચેલેન્જસ ઈન વી.એલ.એસ.આઈ., ઈ એન્ડ સી. ફીલ્ડ બેસ્ડ, પાવર ઈલેકટ્રોનીકસ ઈન્ટરફેસીંગ એન્ડ કંન્ટ્રોલર્સ, એડવાન્સ પાવર સીસ્ટમ એન્ડ પ્રોટકશન, ડિઝાઈન એન્ડ ડાયનેમીક, થર્મલ એન્ડ ફલૂઈડ, પ્રોડકશન એન્ડ ઈન્ડસ્ટ્રીયલ એન્જીનીયરીંગ વગેરે પેપર્સ રજુ કરેલ છે.
ઉદઘાટન સમારોહમાં સંદીપ ઠાકોર, સીનીયર એન્જીનીયર–મેટ્રીકસ ટેલીકોમ પ્રા.લી. વડોદરા, સુબ્રમની ડાયરેકટર–નેશનલ સ્મોલ ઈન્ડસ્ટ્રીસ કોર્પેા., નીરજ ચંદ્રા ડાયરેકટર–અતુલ મોટો, રાજકોટ, તેજસ સરવૈયા, પ્રોજેકટ મેનેજર–પ્લાઝમા રીસર્ચ લેબોરેટરી અમદાવાદ, એચ.એચ. ખોજા ડેપ્યુટી કમીશ્નર–ઈલેકટ્રીક ઈન્સ્પેકટર રાજકોટ, વેદનકુમાર–એકઝીકયુટીવ મેનેજર ઈપીઆઈઓએસ, દેવાંગ રૂધાની, સીઈઓ–દેવ ઈન્ફોલાઈન સોફટવેર, ડી.વી. મહેતા, ચેરમેન– ટી.વી. મહેતા ચેરીટેબલ ફાઉન્ડેશન, એસ.પી. જાડેજા, એકઝીકયુટીવ ડાયરેકટર–ગારડી વિધાપીઠ ઉપસ્થિત રહેલ