ભરશિયાળે રાંધણ ગેસની તંગી અંગે ગ્રાહકોમાં દેકારો બોલી ગયા બાદ આ બેકલોગ ખતમ કરવા માટે જિલ્લા કલેકટર ડો. રાજેન્દ્રકુમારે આવતીકાલે ડીલરો અને કંપનીના અધિકારીઓની એક બેઠક બોલાવી છે.
પુરવઠાના સુત્રોના જણાવ્યા અનુસાર રાજકોટ શહેર જિલ્લામાં આજના દિવસે અડધા લાખનો બેકલોગ છે. આ બેકલોગ દુર કરવા માટે કલેકટર તત્રં દ્રારા વારંવાર કંપનીઓને તાકીદ કરવામાં આવે છે પરંતુ તેનો કોઈ ઉકેલ નહીં આવતો હોવાથી પ્રજાને હેરાનગતિનો ભોગ બનવું પડે છે